Vadodara

રાષ્ટ્રીય રેન્કિંગમાં એમએસયુની લો ફેકલ્ટીનો ઝળહળતો પ્રભાવ

સમગ્ર ભારતમાં ડિસ્ટિંગ્વિશ્ડ લો સ્કૂલ કેટેગરીમાં 4 થો ક્રમ પ્રાપ્ત કર્યો

એમીનન્સ કેટેગરીમાં 6ઠ્ઠો, ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 17મો ક્રમ મેળવીને રાજ્ય તથા દેશભરમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

એમએસયુની ફેકલ્ટી ઓફ લો એ રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. તાજેતરના જીએચઆરડીસી લો સ્કૂલ સર્વે 2026 મુજબ ફેકલ્ટીએ ગુજરાતમાં પ્રથમ ક્રમ લો સ્કૂલ ઓફ એમીનન્સ કેટેગરીમાં 6મો ક્રમ, ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 17મો ક્રમ મેળવીને રાજ્ય તથા દેશભરમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

કોમ્પિટિશન સક્સેસ રીવ્યુ લો સ્કૂલ સર્વે 2026માં પણ ફેકલ્ટી ઓફ લો એ પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. જેમાં તે ગુજરાતમાં 1લો ક્રમ અને સમગ્ર ભારતમાં ડિસ્ટિંગ્વિશ્ડ લો સ્કૂલ કેટેગરીમાં 4 થો ક્રમ પ્રાપ્ત કર્યો છે . આ રેન્કિંગ્સ એ દર્શાવે છે કે, લો ફેકલ્ટી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંશોધન માટે સતત પ્રતિબદ્ધ રહી છે. આ સિદ્ધિઓ વચ્ચે, ફેકલ્ટી ઓફ લો એ તાજેતરમાં વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ફેકલ્ટીએ ગુજરાત જ્યુડિશિયરી પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ઈતિહાસ રચ્યો હતો,જે ફેકલ્ટીના ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રાયોગિક તાલીમનો જીવંત પુરાવો છે. સીએસઆર CSR સર્વે મુજબ ફેકલ્ટીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી અને રિસર્ચ, એડમિશન અને ડિલિવરી સિસ્ટમ, તેમજ પ્લેસમેન્ટ અને ઈન્ટરનેશનલ આઉટલુક જેવા મુખ્ય માપદંડોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ સર્વેમાં દેશભરના શ્રેષ્ઠ લો સંસ્થાઓ વચ્ચે એમએસયુ લો ફેકલ્ટીએ સ્થાન મેળવવું વડોદરા માટે ગૌરવની વાત છે. ફેકલ્ટી ઓફ લો એ શૈક્ષણિક સાથે સાથે પ્રાયોગિક અભ્યાસ પર વિશેષ ભાર મૂક્યો છે. મુટ કોર્ટ કોમ્પિટિશન, લીગલ એઈડ કેમ્પ, ઈન્ટર્નશિપ પ્રોગ્રામ્સ, પોલિસી ડ્રાફ્ટીંગ અને ઈન્ટરનેશનલ એકેડમી કોલબ્રેશન જેવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને વાસ્તવિક કાનૂની અનુભવો પૂરા પાડે છે. પરિણામે, અહીંના વિદ્યાર્થીઓ ન્યાયિક સેવા, કોર્પોરેટ સેક્ટર, લિટિગેશન અને જાહેર સેવા ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે. આ સિદ્ધિ અંગે ફેકલ્ટી ઓફ લૉના ડીન પ્રો.ડો. અર્ચના ગાડેકરે જણાવ્યું કે, આ રેન્કિંગ અમારા ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયત્નોનું પ્રતિબિંબ છે. અમે ગુણવત્તાયુક્ત અને સંશોધન આધારિત શિક્ષણ દ્વારા જવાબદાર અને કુશળ કાનૂની વ્યાવસાયિકો તૈયાર કરવા પ્રતિબદ્ધ છીએ.

Most Popular

To Top