ભારતમાં ક્રિકેટનો સૌથી મોટો તહેવાર Indian Premier League (IPL) 2026 શરૂ થઈ ગયો છે. આ સીઝન 28 માર્ચ 2026થી શરૂ થઈ 31 મે 2026 સુધી ચાલશે. લગભગ બે મહિના સુધી ચાલનારી આ લીગ ફરી એકવાર ફેન્સને રોમાંચક મુકાબલાઓનો આનંદ આપશે.
શેડ્યૂલ અને ફોર્મેટ : IPL 2026માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. દરેક ટીમ લીગ સ્ટેજમાં 14 મેચ રમશે (હોમ અને અવે). લીગ સ્ટેજ બાદ ટોપ 4 ટીમો પ્લેઓફમાં પ્રવેશ કરશે, જેમાં ક્વોલિફાયર અને એલિમિનેટર બાદ ફાઇનલ રમાશે. કુલ લગભગ 70થી વધુ મેચો યોજાશે.
મેચોના સમય:
બપોરે: 3:30 વાગ્યે
સાંજે: 7:30 વાગ્યે
મેચોના સ્થળ : IPL 2026ના મુકાબલા ભારતના વિવિધ શહેરોમાં યોજાઈ રહ્યા છે, જેમાં અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા મોટા સ્ટેડિયમનો સમાવેશ થાય છે.
ક્યાં જોવું IPL 2026?
ફેન્સ માટે IPL જોવાના બે મુખ્ય વિકલ્પ ઉપલબ્ધ છે:
TV પર: Star Sports Network
ઓનલાઈન: JioHotstar App અને Website
આ પ્લેટફોર્મ પર લાઈવ મેચ સાથે હાઇલાઇટ્સ અને રીપ્લે પણ જોઈ શકાય છે.
(મહત્વપૂર્ણ પ્રશ્નો) IPL 2026 ક્યારે પૂર્ણ થશે?
→ 31 મે 2026
કુલ કેટલલી ટીમો છે?
→ 10 ટીમો
કેટલા મેચ રમાશે?
→ 70+ મેચો
લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં મળશે?
→ JioHotstar
ખાસ બાબતો : ડિફેન્ડિંગ ચેમ્પિયન: Royal Challengers Bengaluru
હાઈ-વોલ્ટેજ મુકાબલા: CSK vs MI, RCB vs KKR
દેશભરમાં ફેન પાર્ક અને ઇવેન્ટ્સનું આયોજન : IPL 2026 ફરી એકવાર ક્રિકેટ પ્રેમીઓ માટે એન્ટરટેઇનમેન્ટનો મહોત્સવ સાબિત થઈ રહ્યો છે, જેમાં યુવા ખેલાડીઓ અને સ્ટાર ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે.