આર્થિક વ્યવહાર સાથે વેપાર-ઉદ્યોગ ચાલતા રહ્યા છે. મોટા આર્થિક વ્યવહાર માટે કંપની, સોસાયટી, સંસ્થાઓ પ્રસ્થાપિત થઈ. મોટી નાણાંકીય રકમ માટે શાખ ધરાવનારાઓ જમાનામાં હૂંડી પરત ફરવાની ઘટના ખૂબ જ ઓછા પ્રમાણમાં બનતી હતી પણ જ્યારે આ સુવિધાએ ચેક સ્વરૂપ ધારણ કર્યું, તે પછી ચેક પાછા ફરવાની ઘટના સામાન્ય બનતી ગઈ. આવી ચેક બાઉન્સિંગ ઘટનાઓ ચાલવા લાગી છે, જે રાષ્ટ્રવ્યાપી સમસ્યારૂપ થઈ ગઈ છે. લેણદારો નછૂટકે કોર્ટ કેસ કરી દે છે.
દેશની અદાલતોમાં ચેક બાઉન્સિંગના અડતાળીસ લાખ જેટલી સંખ્યામાં આજે કેસો પેન્ડીંગ છે. લોકપ્રિય કલાકારો, નિર્માતાઓ, ફાયનાન્સ કંપનીઓ, બિલ્ડરો, બેધડક પોતાના લેણદારોને ખોટા ચેક પકડાવી દે છે. લોનની હપ્તાની રકમ ચુકવવામાંયે આવું બને છે. ખાતામાં નાણાં નહીં હોવા છતાં ખોટા ચેક જારી કરનાર વ્યક્તિને કંપની કેદની સજા થઈ શકે છે. ઠગાયેલ લેણદાર ચેક લેનાર સાથે ફોન પર ઝઘડો કરે કે અસામાજિક બળિયા મારફત વસુલાતના પ્રયાસ કરે અને અંતે અદાલતમાં જાય તેવું બને છે.
અદાલતોમાં મંથર ગતિએ કાર્યવાહી વર્ષો સુધી ચાલે છે. ઝડપી ઉકેલ માટે સુપ્રિમ કોર્ટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં સમસ્યા માત્ર રેગ્યુલર રીતે જ નહીં. ઈલેકટ્રોનિક માધ્યમથી પણ મોકલવાના રહેશે. હવે વધારાની અદાલતોની માગણી થઈ રહી છે, તે ચલાવવા વધારાના હજારો ન્યાયાધીશોની જરૂરત પડી શકે. હાલમાં જ જજોની ભારે ખેંચ છે. ખોટો ચેક આપનાર વ્યક્તિ અથવા કંપની ‘‘નેગોથિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ’’ની કલમ એકસો આડત્રીસનો ભંગ કરે છે. ચેક બાઉન્સિંગના લાખો-ચેક- દેશની અર્થવ્યવસ્થાને પણ ભારે હાનિ પહોંચાડે છે. અદાલતમાં મામલાની સુનાવણી દરમિયાન રકમ ભરપાઈ કરવા માટે તૈયાર હોય તો તેને સમજૂતી દ્વારા રાહત મળી શકે છે, દંડથી બચી શકે છે. પરત ફરતી હૂંડી કહો કે ચેક બાઉન્સિંગ કહો તે બાબત રાષ્ટ્રપ્રેમીઓ માટે વ્યથાનો વિષય જ ગણાય.
સુરત- યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે