Business

વિચારોનું વમળ

આપણે કેવા તે ભાષા નક્કી કરે છે. આપણે કેવા છે. તે ધર્મ, જ્ઞાત, જાત, સમાજ, રીત-રિવાજ, ભણતર -ગણતર, આવડત, હોશિયારી, જ્ઞાની -અજ્ઞાની, દેશ- વિદેશ કે માણસ નક્કી નથી કરતો. નક્કી કરે છે તેની ભાષા.  કોઈપણ ઘટના વ્યક્તિના કારણે બનતી નથી. પણ ભાષાના કારણે બનતી હોઈ છે. જો ભાષાના વિવેક થકી આપણે આપણા દ્રષ્ટિકોણને યથાયોગ્ય સ્થાન આપીશું તો આપણે આદરને પાત્ર બનીશું.  આપણી ભાષામાં ખૂબી હોવી જોઈએ, ખામી નહિ.ભાષામાં અંગત સ્વાર્થ ન હોવો જોઈએ, ભાષામાં દલીલ નહિ પણ સંવાદ હોવો જરૂરી છે. 

ભાષામાં સ્વપણું જો બદલાય જાય તો ભાષાના બદલાવ થકી બીજાના વ્યક્તિત્વનો પ્રભાવ અવશ્ય બદલી શકાય.  ભાષા એ તો જુદી જુદી લાગણીઓથી ગૂંથાયેલ માળા છે. જેમાં લાભ,લોભ,ક્રોધ,સુખ, દુઃખ વિગેરે મણકાની ગણતરીમાં આવી જતી હોઈ છે.  ભાષા સારી વાપરીએ તો તે આપણને લાભ અને સુખ આપે છે અને તેનો નઠારો ઉપયોગ કરીએ તો ક્રોધ અને દુઃખ આપે.  છેલ્લે ભાષા એ મિસાઈલ જેવી છે, જયાં સુધી ફૂટે કે તૂટે નહિ ત્યાં સુધી બરાબર છે, જો તૂટે કે ફૂટે તો લોહીલુહાણ કરે એવું ભાષાનું પણ છે.
સેગવા   – સલીમ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top