Gujarat

અમદાવાદ રિવરફ્રન્ટ પર ૨૧ અને ૨૨ માર્ચના રોજ ‘મિલેટ મહોત્સવ-એક્સ્પો ૨૦૨૬ યોજાશે

અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૧૭ મહાનગરોમાં મિલેટ (જાડા ધાન)ના પ્રચાર-પ્રસાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે બે દિવસીય ‘રાજ્ય કક્ષાનો મિલેટ એક્સ્પો-મહોત્સવનું આયોજન કરાયું છે.

મિલેટ એક્સ્પો-મહોત્સવના પ્રથમ દિવસે ૨૦૦૦ થી વધુ મિલેટ પકવતા અને પ્રાકૃતિક ખેતી કરતા FPOs (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન)ના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે. આ દિવસે ખાસ પ્રદર્શન સ્ટોલ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ બે દિવસીય મહોત્સવમાં વિવિધ પ્રકારના પ્રદર્શન સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વિભાગ, કેમિકલ મુક્ત શુદ્ધ ખેત પેદાશોને લગતા સ્ટોલ જોવા મળશે

મિલેટ આધારિત વાનગીઓનો સ્વાદ પીરસતા સ્ટોલ હશે,આ ઉપરાંત મિલેટ ઉત્પાદિત વિવિધ સંસ્થાઓ FPOs, NGOs, સ્વસહાય જૂથો (SHG), કો-ઓપરેટિવ અને ખાનગી સંસ્થાઓના સ્ટોલ જોવા મળશે

આ મહોત્સવનમાં પરિસંવાદ અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવશે જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ પાકો અંગે વિશેષ પરિસંવાદ યોજાશે.

મહોત્સવ બીજા દિવસે મુલાકાતીઓ માટે વિશેષ લાઇવ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાઇવ ફૂડ ડેમો,મિલેટમાંથી બનતી અવનવી વાનગીઓનું જીવંત પ્રદર્શન, નિદર્શન, બાગાયત પેદાશોનું કેનિંગ અને પ્રાકૃતિક કૃષિ માટેના ઇનપુટ્સ બનાવવાની રીતોનું લાઈવ નિદર્શન થનાર છે.

આ મહોત્સવમાં વાજબી દરે રોપા વિતરણ અને બીજ વિતરણનું આયોજન કરાયું છે સાથે સાથે

સાંસ્કૃતિક સંધ્યાના અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજ કરાયું છે

Most Popular

To Top