ગાંધીનગર: ગુજરાત એસીબીએ મહત્ત્વની ટ્રેપ ગોઠવીને રાજ્ય પોલીસના ઈન્ટેલિજન્સ બ્યૂરોના અમદાવાદ રિજિયનના સિનિયર ઈન્ટેલિજન્સ અધિકારી કેતન દવેને 80 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. ગાંધીનગરમાં સરગાસણ ચોકડી પાસે કારની અંદર લાંચ લેતા આ ઈન્ટેલિજન્સ અધિકારીને એસીબીની ટીમે ટ્રેપ કરી લીધા હતા.
આ કેસમાં ફરીયાદીને પોલીસ પ્રોટક્શન મળેલું છે. તે પોલીસ પ્રોટેક્શન રીન્યુ કરાવા માટે ફરીયાદીએ અરજી કરી હતી. જો કે તેમાં ઈન્ટેલિજન્સ અધિકારીએ પોઝિટિવ અભિપ્રાય મોકલી આપવા માટે ફરીયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરીયાદી પાસેથી પાસેથી સ્વીકારતી વખતે ઈન્ટેલિજન્સ અધિકારીને એસીબીની ટીમે ટ્રેપ કરી લીધા હતા.