ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અચાનક મધમાખીઓ ઉડી આવતાં અફરાતફરી, 29 લોકો ઈજાગ્રસ્ત,
દાહોદ, તા. 15 |
દાહોદ શહેરમાંથી માળી સમાજના સગા-સંબંધીઓ સવારે ભેગા થઈ ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલા વર્ષો જૂના ભોલેનાથના મંદિરે લઘુરુદ્ર અભિષેક કરવા માટે પહોંચ્યા હતા. મંદિર ખાતે ધાર્મિક વિધિ અને ભોજન પ્રસાદીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક મધપૂડો ઉડી આવતા મધમાખીઓના ટોળાએ લોકો પર હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત થયું હતું.
અચાનક મધમાખીઓના હુમલાથી ત્યાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘણા લોકો પોતાનો બચાવ કરવા માટે દોડધામ કરવા લાગ્યા હતા.
મધમાખીઓના કરડવાથી લગભગ 29 જેટલા લોકોને ઓછી-વધતી ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાબુભાઈ માળી નામના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી ધાર્મિક કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
રિપોર્ટર:;વિનોદ પંચાલ