એક સમય હતો જ્યારે મોદીજી ના ભાષણ સાંભળવા માટે સાચે જ દેશના લોકો આતુર રહેતા હતા. સાચે જ એમની વાક્છટા ના લોકો મુરિદ હતા.પણ કેહવાય છે ને કે સમય સૌથી બળવાન છે.આજે ભાષણ આપી આપી ને પ્રધાનમંત્રી બનેલા મોદીજીની એ ખાસિયત પણ ઘસાઈ ગઈ હોય એમ લાગે છે.કદાચ એમના ભાષણ તૈયાર કરવા વાળા લોકોમાં જ દમ નહીં હોય.આજે તો હાલત એવી ગંભીર છે કે ખુદ મોદી ભક્તો ને પણ મજબૂરી માં ભાષણ સાંભળવા પડે, લાઈક અને ફોલો કરવા પડે.એક સમયે દેશના પૂર્વ વડા પ્રધાન ને મૌન મોહન સિંહ કહીને મજાક ઉડાવતા હતા આજે દેશની અંદર ની ગંભીર સમસ્યાઓ હોય કે વૈશ્વિક સમસ્યાઓ હોય કોઇપણ મુદે બોલી શકાતું નથી.અમુક વાર કારણ વગરનું ઠહાકા મારી ને હસવું અને ગમે તે વાતમાં કોંગ્રેસ અને જવાહર નેહરુ ને ગાળો આપવી બસ આજ કામ રહી ગયુ છે.કોઈ જ જવાબદેહી સરકારની કે સરકારના મંત્રીઓની છે જ નહીં.દેશમાં ગમે તે થઇ જાય કોઇપણ ઓફિસિયલ સ્ટેટમેન્ટ સરકાર પાસે થી આવતું જ નથી. થેંક ગોડ કે આ લોકો ૭૦ વર્ષ સત્તામાં ન હતા.કરતા રહો મોદી મોદી…
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.