હાલમાં દુનિયામાં યુદ્ધ-યુદ્ધ ચાલી રહ્યું છે. યુએસ- ઈઝરાયેલ વિરૂદ્ધ ઈરાને તો અમેરિકાના 1945-46નું યુદ્ધ હિરોશિમા- નાગાસાકિને યાદ કરાવી દીધું. ભારી તબાહી તે સમયે થયેલી. આજે પણ જાપાનના પ્રભાવિત થયેલા લોકો યાતનાથી જીવી રહ્યા છે. યુદ્ધથી કોઈનું ભલુ થતુ નથી. પણ તબાહી ને તબાહી જ છે. કલસ્ટર બોમ- ફોસ્ફરસના બોમ આવા વિનાશક રસાયણ યુક્ત બોમ થી જે તે તે ધરતી બેજાન અને બનજર બની જાય છે. આમ પણ જયા બોમ (બમ)પડ્યા છે તે વિસ્તાર સૂકો-રેતાળ-ઓછા પાણી અને નહિવત હરિયાળી ધરાવતો દેશ છે તો વૃક્ષો હોય તો આવા બધા પ્રદૂષણો સામે થોડીક રાહત થાય પણ આ બધાં જ યુદ્ધભૂમિના ક્ષેત્રો અમેરિકાને બાદ કરતાં રસાયણોની આગ-ધૂમાડા- બમના પદાર્થો જે હાનિકારક છે.
આ બધાં જ પરિબળો કળાને ધરતીને પ્રદૂષિત કરે છે. જેનો પ્રભાવ આસપાસના કન્દ્રીને પણ નડી રહ્યા છે. દરિયામાં રખાયેલા મોટા મોટા બમથી સમુદ્રના યુદ્ધ જહાજો કે વેપારી જહાજો પણ ભોગ બની રહ્યા છે. એટલે જળ વિસ્તાર પણ રસાયણયુક્ત થઈં પ્રદૂષણોથી ઘેરાઈ ગયો છે. જળસૃષ્ટિને તો અસર થઈજ રહી છે પણ ધરતી પરના માણસો પણ પ્રભાવિત થઈ મગજ-આખો કીડની ફેફસા જેવા રોગોના ભોગ બની બેસે છે. ભોયા ગેસની દુર્ઘટના ના ભોગ ભનેલા આજે પણ શારીરિક-માનસિક- પીડાના ભાગે બનેલા છે. આનો અંત ક્યારે આવશે? શું યુદ્ધ એજ અંતિમ સમાધાન છે? વિશ્વ આજે અનેક વિટંબણાથી પસાર થઈ રહ્યું છે.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.