ગાંધીનગર : સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ગુમ થયેલા બાળકો અને મહિલાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોને પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી છે.
વિધાનસભામાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ સુરત શહેર અને જિલ્લામાં બે વર્ષમાં સુરત શહેરમાં 15 મહિલાઓ અને 643 બાળકો જ્યારે સુરત ગ્રામ્યમાં 122 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે સુરત શહેર અને ગ્રામ્યમાં હજુ 76 બાળકોને શોધવાના બાકી છે.