World

સાઉદી સાથે કરેલા ડિફેન્સ કરાર બાદ મુશ્કેલીમાં પાકિસ્તાન: ઈરાનના હુમલાઓ વચ્ચે મદદ મામલે ગૂંચવણ

અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલો સંઘર્ષ હવે સમગ્ર મધ્ય-પૂર્વ વિસ્તારમાં તણાવ વધારી રહ્યો છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન પણ પરોક્ષ રીતે દબાણ હેઠળ આવી ગયું છે. તેનું મુખ્ય કારણ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલો ‘સ્ટ્રેટેજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ’ (SMDA) છે, જેના કારણે હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી થઈ છે. સપ્ટેમ્બર 2025માં સાઇન કરાયેલા આ કરાર મુજબ જો કોઈ દેશ સાઉદી અરેબિયા અથવા પાકિસ્તાન પર હુમલો કરે તો બંને દેશોએ મળીને તેનો સામનો કરવો પડશે. આ કરારની શરતો મુજબ જો ભારત પાકિસ્તાન પર હુમલો કરે તો તેને સાઉદી પરનો હુમલો ગણાશે અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને મદદ કરવી પડશે. તેવી જ રીતે જો સાઉદી અરેબિયા પર હુમલો થાય તો પાકિસ્તાને તેની સાથે ઉભું રહેવું પડશે.

હાલમાં ઈરાન તરફથી સાઉદી અરેબિયાના વિવિધ શહેરો અને તેલ રિફાઈનરીઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ થઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે થયેલા કરાર મુજબ આવી સ્થિતિમાં પાકિસ્તાને સાઉદી અરેબિયાની બાજુએ રહી ઈરાન સામે ઉભું રહેવું જોઈએ. જોકે હાલ સુધી પાકિસ્તાન સીધી સૈન્ય કાર્યવાહી કરતા નિવેદનો આપીને જ મર્યાદિત રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયું છે. જો તે સાઉદી અરેબિયાની ખુલ્લેઆમ મદદ કરે તો પડોશી દેશ ઈરાન સાથે સીધો સંઘર્ષ શરૂ થવાની શક્યતા છે. બીજી તરફ જો તે સાઉદીની મદદથી દૂર રહે તો બંને દેશો વચ્ચેના સંબંધો બગડી શકે છે અને સાઉદી તરફથી મળતી આર્થિક સહાય પર પણ અસર પડી શકે છે. જોકે એક અહેવાલ મુજબ ઈશાક ડારે ભારપૂર્વક જણાવ્યું કે આ કરારને કારણે જ સાઉદી અરેબિયા પર અત્યાર સુધી અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછા હુમલા થયા છે. બીજી તરફ, ઈરાન તરફથી પણ પાકિસ્તાનને સંદેશ આપવામાં આવ્યો છે કે તેની કે સાઉદી અરેબિયાની ધરતીનો ઉપયોગ ઈરાન સામે હુમલા માટે ન થવો જોઈએ. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન અત્યારે તુર્કી, કતાર અને અન્ય ઈસ્લામિક દેશો સાથે ચર્ચા કરીને મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી તે સીધા યુદ્ધમાં ખેંચાઈ જવાથી બચી શકે.

વિશ્લેષકો મુજબ પાકિસ્તાન અત્યારે સંવેદનશીલ સ્થિતિમાં છે. જો તે સાઉદી અરેબિયાની સૈન્ય રીતે મદદ કરે તો પડોશી દેશ ઈરાન સાથે સીધો સંઘર્ષ ઊભો થઈ શકે છે. બીજી તરફ જો તે સાઉદીની મદદ ન કરે તો બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ થવાની સાથે આર્થિક સહાય પર પણ અસર પડી શકે છે. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે જણાવ્યું છે કે તેમનો દેશ સાઉદી અરેબિયા અને ઈરાન બંને સાથે સંપર્કમાં છે. તેમણે ઈરાનને પણ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનનો સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર છે. તેથી સાઉદી અરેબિયા પર કોઈ જાતનો હુમલો ન કરવામાં આવે.

Most Popular

To Top