સુરત : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોના થયેલ મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા શહેરના આંબાચોક ખોજા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં લોકો શોકસભા જોડાયા હતા, અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ખોજા સમાજ દ્વારા એક દિવસ માટે સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે, અને ખોજા સમાજના પરિવારજનો પણ પોતાના ઘરમાં પોતાન સ્વજન મૃત્યુ પામ્યા હોઈ તે રીતે 3 દિવસ માટે શોક મનાવશે. આ અંગે ભાવનગર ખોજા શિયા સમાજના પ્રમુખ સુલતાન ગભરાણીએ જણાવ્યું હતું કે, આજરોજ અમે લોકો અમારા મૌલાના અને પ્રેરણાસ્ત્રોત હતા એવા ઇરાનના મોલાના અયાતુલ્લાહ સૈયદ અલી ખામેની જે રીતે શહીદ થયા છે.
તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે લોકો એકઠા થયા હતા. સાથે એમની ફેમેલી મેમ્બર હતા, એમના સાથીઓ હતા, એમને પણ શહીદ કરવામાં આવ્યા હતા, એટલે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં એક સ્કૂલ હતી, જે દીકરીઓની સ્કૂલ હતી, તેમાં 40 થી 50 નિર્દોષ દીકરીઓ મૃત્યુ પામી છે, એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.
અમે શાંતિપૂર્ણ રીતે ખોજા અને શિયા સમાજે શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે સાથે ઊંડા શોકની લાગણી અનુભવીએ છીએ. અને આ સિવાય અમારા સમાજની અંદર ત્રણ દિવસ સુધી શોક જાહેર કર્યો છે, જેમાં અમે એવી રીતે શોક મનાવશું જેમ કે અમારા ઘરનું કોઈ સભ્યો અમારાથી કાયમ માટે ચાલ્યું ગયું હોય, મૃત્યુ પામી હોય, અને જે રીતે ખાવું પીવું રહેવું કપડાં પહેરવા આ દરેક રીતે અમે લોકો શ્રદ્ધાંજલિ પાઠવીશું, અને સાથે સાથે એક દિવસ પૂરતું અમે સ્વૈચ્છિક વોલેન્ટ્રી અમારા સમાજના અપીલ કરી છે કે ધંધા રોજગાર બંધ રાખીશું, અને અમારા પ્રેરણા સ્તોત્ર મોલાના ખામેનાનીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.