ગાંધીનગર: નર્મદા જિલ્લામાં સાપુતારા–સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 21 ગામોની જમીન સંપાદિત થનાર છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નર્મદા વિકાસ મંત્રીએ જણાવ્યું હતું.
31મી ડિસે. 2025ની સ્થિતિએ સંપાદક સંસ્થાની દરખાસ્ત મુજબ કુલ 21 ગામની 21-74-28 હેક્ટર-આર-ચોરસ મીટર જમીન સંપાદિત કરવામાં આવશે. જમીન સંપાદન પ્રક્રિયામાં પેસા એક્ટ મુજબ ગ્રામસભાની સહમતિ મેળવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
વધુમાં કુલ 21 ગામમાંથી 18 ગામ માટે ‘વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ-2013’ની કલમ 10(ક) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. બાકીના ગામોમાં પ્રક્રિયા ચાલુ છે. પ્રોજેક્ટ અમલમાં આવતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને કનેક્ટિવિટીને વેગ મળશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.