Vadodara

વડોદરા જિલ્લામાં SIR પૂર્ણ: 34,890 નવા મતદારો ઉમેરાયા, 4.69 લાખ નામ રદ

વડોદરા:
વડોદરા જિલ્લામાં ભારતના ચૂંટણી પંચની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) પૂર્ણ થતાં આજે તા. 17/02/2026 (મંગળવાર)ના રોજ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી. ઝુંબેશ પહેલાં જિલ્લામાં કુલ 26,89,117 મતદારો નોંધાયેલા હતા. સઘન ચકાસણી બાદ મુસદ્દા મતદાર યાદીમાં આ આંકડો 21,85,205 રહ્યો. ત્યારબાદ ફોર્મ-6, 7 અને 8ની પ્રક્રિયા પૂર્ણ થતાં 34,890 નવા મતદારો ઉમેરાયા અને આખરી મતદાર યાદીમાં કુલ 22,20,095 મતદારોનો સમાવેશ થયો. આ પ્રક્રિયામાં કુલ 4,69,022 નામો રદ થયા હોવાનું જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું હતું.


ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR ઝુંબેશ તા. 04/11/2025થી શરૂ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં આ ઝુંબેશના વિવિધ તબક્કાઓ દરમ્યાન ઘરઘર ચકાસણી, દસ્તાવેજોની તપાસ, દાવો-વાંધા નિવારણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. અંતિમ તબક્કામાં આજે આખરી મતદાર યાદીની જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવી.
SIRને સફળ બનાવવા માટે જોડાયેલા તમામ અધિકારીઓ-કર્મચારીઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગો/સંસ્થાઓના કર્મચારીઓ, કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થી સ્વયંસેવકો, પ્રેસ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાનો જિલ્લા વહીવટી તંત્રે હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top