ભારત આતંકવાદ સામે લડી રહ્યું છે. પાકિસ્તાન ભારત સામે લડી રહ્યું છે. 22 એપ્રિલના આતંકવાદી હુમલા પછી પણ આતંકીઓને ખૂન ખરાબાથી સંતોષ નથી. સકળ વિશ્વ જાણે છે કે પાકિસ્તાન આતંકીઓના આકા છે છતાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે જેવા હાલ છે. પાકિસ્તાન કેટલું જૂઠું બોલે છે તેનાથી સૌ અવગત છે. પાકિસ્તાનનો જ બલુચિસ્તાન મુલક એના તાબામાં રહેવા ઉત્સુક નથી. હમણાં તો બહુમતી રાષ્ટ્રો આપણી પડખે છે પરંતુ ક્યારે કોણ કઈ ફાચર મારે કહેવાય નહીં. પૂર્વે આપણે જોયું જ છે કે નાની નાની ઘટનાઓ વખતે એમનેસ્ટી ઇન્ટરનેશનલવાળાં ભારતને ઠપકો આપવા આવી ગયાં છે.
ટ્રમ્પભાઈ આજે આમ બોલશે ને કાલે કંઇ અલગ. હાલ તો ભારત પણ એક છે પરંતુ કયો પક્ષ ક્યારે શું કહે નક્કી નહીં. 2019ની એર સ્ટ્રાઈક વખતે સાબિતી માંગનાર ફૂટી નીકળ્યા હતા એનું આપણને સ્મરણ છે. યુદ્ધ સમાપ્ત થતાં જ આર્મનોના કાંટાળા થોર ઊગી નીકળશે જેને જીવંત રહેવા જળની જરૂર પણ નથી. ભારત અને સનાતન સૌને ખૂંચે છે. કેમ ભાઈ? સહિષ્ણુ છીએ એટલે? વાસ્તવમાં ભારતની જનતાએ એક થવાની જરૂર છે. અરે, કવિઓને યુદ્ધથી અસુખ થયું છે અને કાવ્યો લખાયાં છે. ભારત દેશ આતંકવાદની વિરુદ્ધ લડી રહ્યો છે ત્યારે આપણે સૌએ જ નહીં, સમગ્ર વિશ્વે તેને સહકાર આપવાની અનિવાર્યતા ઊભી થઈ છે.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.