National

બિહારના VIP પ્રમુખ મુકેશ સાહનીના પિતાની નિર્મમ હત્યા, ઘરમાંથી લાશ મળી

નવી દિલ્હી: VIP ચીફ મુકેશ સાહનીના (Mukesh Sahni) પિતા જીતન સાહનીની આજે મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા (Murder) કરવામાં આવી હતી. ત્યારે જીતન સાહનીનો મૃતદેહ આજે સવારે બિરૌલમાં (Biroul) તેમના ઘરેથી વિક્ષીપ્ત હાલતે મળી આવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ સાહનીના ઘરની બહાર લોકોની ભીડ જામી હતી.

આ આખો મામલો દરભંગા જિલ્લાના ઘનશ્યામપુર વિસ્તારનો છે. જ્યાં આ ઘટના ગત રાત્રે બની હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મુકેશ સાહનીના રહેણાંક મકાનમાં બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ ડીએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ પોલીસ ટીમે ઘટનાની તપાસ શરૂ કરી છે. પરંતુ હત્યા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

મુકેશ સાહની હત્યા સમયે ઘરે ન હતા
ગ્રાન્ડ એલાયન્સના ઘટક દળના વીઆઈપી પ્રમુખ મુકેશ સાહનીને અન્ય લોકો પાસેથી તેમના પિતાની હત્યા વિશે માહિતી મળી હતી. તેઓ મુંબઈમાં તેમના કાર્યસ્થળ પર હતા, જ્યાં તેમને કોલ પર સમગ્ર ધટનાની જાણકારી મળી હતી. આ ઘટનાથી દુ:ખમાં સરી પડેલા મુકેશ સાહની મુંબઈથી દરભંગા જવા રવાના થઈ ગયા છે. તેમજ આ મામલે વરિષ્ઠ VIP નેતા દેવ જ્યોતિએ કહ્યું કે અમને થોડા સમય પહેલા માહિતી મળી હતી. શું થયું તે સમજાતું નથી. અમારા નેતા મુકેશ સાહની ખૂબ જ દુ:ખી છે. તેઓ મુંબઈથી દરભંગા જવા રવાના થયા છે.

કોણ છે મુકેશ સાહની?
મુકેશ સાહની મલ્લા સમુદાયમાંથી આવે છે. મુકેશ સાહની પણ પોતાને સન ઓફ મલ્લાહ કહે છે. બિહારમાં મલ્લાહ સમુદાયની વોટબેંક ખૂબ મહત્વની છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં મલ્લાહ સમુદાયની વસ્તી લગભગ 6 ટકા છે. આવી સ્થિતિમાં બિહારની રાજનીતિમાં મલ્લાહ સમુદાયનું ઘણું મહત્વ છે. આવી સ્થિતિમાં મુકેશ સાહની પણ મલ્લાહ સમુદાયની વોટબેંક પર પોતાનો દાવો કરે છે. જો કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સમાજમાં તેમની સારી પકડ હોવાનું માનવામાં આવે છે.

મુકેશ સાહની બિહારની મુખ્ય VIP પાર્ટીના અધ્યક્ષ છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ ભારતીય ગઠબંધન સાથે જ હતા. ત્યારે RJD નેતા તેજસ્વી યાદવનો પ્લેનમાં માછલી ખાતા એક વીડિયો પણ બહાર આવ્યો હતો, જે બાદ ઘણો વિવાદ થયો હતો. તેમજ સાહની આ વીડિયોમાં પણ તેજસ્વી યાદવા સાથે હતા.

Most Popular

To Top