Madhya Gujarat

મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધતી વેળાએ બે જૂથ વચ્ચે મારા મારી

દાહોદ, તા.૨૯
દાહોદ શહેરમાં સ્વામીનારાયણ મંદીરની સામે જુની કોર્ટ રોડ ઉપર મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમન બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ હિંસક ધિંગાણું થતાં નાસભાગ મચી હતી. ડખામાં તલવાર, પથ્થર અને લાકડીઓ વાગતાં ૧૬ લોકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. ૯ લોકો તલવાર અને ૧ને ચપ્પુના ઘા વાગ્યા હતાં. બંને પક્ષના લોકો સામસામે આવી જતાં લાકડી,તલવાર અને પથ્થરો ઉછળતા નાસભાગના દ્રષ્યો સર્જાયા હતાં. આ પ્રકરણમાં પોલીસે બંને પક્ષના ૧૭ લોકો વિરૂદ્ધ સામસામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરના કોર્ટરોડ ખાતે રહેતાં સાહિત્સાબેન પટેલે પોલીસને જણાવ્યુ હતું કે, સામાવાળાઓએ મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધવા સાથે લાઇટનું વાયરિંગ કર્યુ હતું. જેમાંથી લાઇટનો એક વાયર લટકતો હોવાથી રેહાનાબેન પટેલે સમીર ધામડીને વાયર સરખો કરવા રહ્યુ હતું. જેથી ગાળો સાથે બોલાચાલી કરીને સામા પક્ષના ૮ લોકોએ તલવાર,ચપ્પુ, લોખંડની પાઇપ, લાકડીઓ સાથે ધસી આવીને હુમલો કર્યો હતો. જેમાં અવેશને ચપ્પુ જ્યારે અરબાજ,ઇરફાન, ઇમરાન,ઇમ્તિયાજ,નવાબ અને મહંમદ પટેલને તલવારના ઘા વાગ્યા હતાં. આ સાથે અન્યોને પણ લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. સાથે ઘરમાં તોડફોડ પણ કરી મોતની ધમકી આપી હતી. તેવી જ રીતે સીદ્દીક બજારિયાએ પોલીસને જણાવ્યુ હતું કે,તેવી જ રીતે સીદ્દીક બજારિયાએ મુસ્લિમ મદ્રેસા મજલીસ(જલસા)ના કાર્યક્રમનો ટેન્ટ બંધાઇ રહ્યો હતો. ત્યારે રેહાના પટેલે આ તમારા ટેન્ટનો સામાન અહીંથી હટાવી લો કહેતાં અમે તો માત્ર ટેન્ટ બાંધવા વાળા કારીગરો છીયે કહેતાં ઇરફાને ગાળો બોલી હતી. ટોળાએ ધસી આવી શકીલ બજારિયા, મોહંમદ બજારિયા, શકીલભાઇને તલવારથી ઘાયલ કર્યા હતાં. આ સાથે હબીબભાઇને લાકડીઓથી હુમલા ઉપરાંત પથ્થરમારો કરતાં અન્યો પણ ઘાયલ
થયા હતાં.

Most Popular

To Top