Madhya Gujarat

ઝાલોદમાં 25 સ્કૂલ વાહન ચાલકો સામે કાર્યવાહી, બે વાહન ડિટેઇન

દાહોદ, તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં બાળકોને શાળાએ લઈ જતાં અને લાવતા સ્કુલ વેન અને રિક્ષાઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોય તેમજ સ્કુલવેન અને રિક્ષાઓમાં નિયમ કરતા વધુ બાળકોને બેસાડાતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ દાહોદ આરટીઓ કચેરી અને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ડ્રાઈવ યોજીને 27 સ્કુલ વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. તેમાંથી 25 વાહન ચાલકોને મેમો આપ્યા જ્યારે બે વાહન ડિટેઇન કર્યા હતાં. 40 હજારનો દંડ કરાયો હતો. કાર્યવાહીમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલક ટેક્સી પાર્કિંગ ન હોવા છતાં બાળકોને લઇ જવા અને મુકવા માટે ઉપયોગ કરે છે. આ આરટીઓ દ્વારા જાહેર કરેલી એડવાઇઝરી વિરુદ્ધ છે. સ્કૂલ વેન ચાલકો દ્વારા યોગ્ય રીતે આ પાર્કિંગ કરવું જોઈએ અને નિયમો આધીન બાળકોને લઇ અને મુકવા જવું જોઈએ. કાર્યવાહીમાં વાહન ચાલકો પાસે લાયસન્સ, પીયૂસી, ઇન્સ્યોરન્સ કે ક્ષમતા કરતા વધુ બાળકો હોવા સાથે વાહનો નોન ટ્રાન્સપોર્ટ હોવાથી કાર્યવાહી
કરાઇ હતી.

Most Popular

To Top