વડોદરા: વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે ઉંઘતી ગરીબ પરિવારના માસૂમ 11 વર્ષીય બાળકીને નરાધમ વિશ્વામિત્રી નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. માતાએ રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ તડવીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે માતા બોટલ વિણવા માટે ગઇ હતી. ત્યારે દીકરીને ઉપાડી ગયો હતો.
- માતા બાળકીને સુવડાવીને બોટલ વિણવા માટે ગઇ ત્યારે નરાધમ કૃત્ય આચર્યું
- બાળકીનું મેડિકલ કરાવી, દુષ્કર્મીની ધરપકડના ચક્રો ગતિમાન
શહેરના અકોટા બ્રિજ નીચે ઘણા પરિવારો વસવાટ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગુરુવારે રાત્રે પોતાની એક 11 વર્ષીય દીકરીને ફૂટપાથ પર પેંડલ રિક્ષામાં સુવડાવી હતી અને માતા નવલખી મેદાનમાં તળાવ પાસે પ્લાસ્ટિકની બોટલો વિણવા માટે ગઇ હતી. દરમિયાન બદામડી બાગ પાસે ફૂટપાથ પર રહેતો મહેશ સુભાષ તડવી વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આવીને દીકરીને પેંડલ રિક્ષા સાથે ઉપાડી ગયો હતો અને વિશ્વામિત્રી નજીકનામાં ઝાડી ઝાંખરામાં લઇ જઇને તેના પર બળજબરી પૂર્વક અને મારી નાખવાની ધમકી આપી વારંવાર 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારબાદ બાળકીને અવધૂત ફાટક પાસે મૂકીને છોડીને ભાગી ગયો હતો. બોટલ વિણીને પરત આવેલી માતાને દીકરીને જગ્યા પર મળી આવી ન હતી. જેથી તેની શોધખોળ કરતા અવધૂત ફાટક પાસેથી મળી આવી હતી. તેની પૂછપરછ કરતા મહેશ તડવીએ દુષ્કર્મ ગુજાર્યું કહેતા તેના માતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મહેશ તડવીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ દ્વારા બાળકીનું મેડિકલ કરાવાયું
છેલ્લા કેટલાક દિવસથી મહેશ તડવી દીકરી પર નજર બગાડી હતી. દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ગરીબ પરિવારની માસૂમ દીકરી એકલી ઉઘતી હોય નરાધમ મહેશ તડવી તેના બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ બાળકીને એકલી છોડી ભાગી ગયો હતો. રાવપુરા પોલીસે બાળકીના મેડિકલ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.