સુરત: સુરત (Surat) સચિનમાં ચાર વર્ષીયની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ (Rape) કરી નિર્મમ હત્યા કરનાર અને વોન્ટેડ (Wanted) જાહેર કરાયેલા આરોપીને PCB એ 12 વર્ષે ઉતર પ્રદેશથી (Uttar Pradesh) ઝડપી પાડ્યો છે. આરોપીએ પોર્ન ફિલ્મ જોઇને માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીનું મોત થતા બાળકીની લાશને રૂમની અભરાઈ ઉપર મુકીને ફરાર થઇ ગયો હતો.
- પોર્ન ફિલ્મ જોયા બાદ ચાર વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યુ
- બાળકીનું મોત થતા બાળકીની લાશને રૂમમાં અભરાઈ પર સંતાડી ફરાર થઇ ગયો હતો
- પોલીસ તેના ગામમાં તપાસ અર્થે જાય તો જંગલોમાં સંતાઈ જતો
બાતમીના આધારે પોલીસની એક ટીમ યુપી ગઈ
આ મામલે સુરત પીસીબી પોલીસે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર વર્ષની બાળકીના દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી હાલમાં ઉતર પ્રદેશમાં જોવા મળ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમ યુપી ગઈ હતી. ત્યાંથી આરોપી વિનોદ ભોલાનાથ ચૌહાણને આયોજન પૂર્વક તવોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સુરત લવાયો હતો.
પોર્ન ફિલ્મ જોયા બાદ દુષ્કર્મ આચર્યુ
પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે વર્ષ 2011 માં સુરતના સચિન ખાતે આવેલા વિનયભાઈની ચાલ ખાતે રહેતો હતો. તે સંચા મશીનમાં કામ કરતો હતો. તેને પોર્ન ફિલ્મ જોવાની ટેવ હોવાથી રાત્રીના સમયે પોર્ન ફિલ્મ જોયા બાદ નજીકમાં રમતી 4 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની રૂમમાં લઇ ગયો હતો. ત્યારબાદ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ બાળકીનું મોત થતા તે બાળકીની લાશને રૂમમાં અભરાઈ પર સંતાડી ફરાર થઇ ગયો હતો. આ અંગે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
12 વર્ષ બાદ ઝડપાયો
આ મામલે વધુમાં આરોપીએ જણાવ્યું હતું કે તે યુપી અને બિહારની બોર્ડર ઉપર આવેલા ગામનો રહેવાસી છે. ગામમાં ભંગારનું કામ કાજ કરતો હતો. પોલીસ તેના ગામમાં તપાસ અર્થે જાય તો જંગલોમાં સંતાઈ જતો હતો. આ કારણસર પોલીસે 3 દિવસ વોચ ગોઠવી હતી. જે પછી આરોપી ધંધા-અર્થે ગામની બહાર આવતા જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસ 12 વર્ષ આ આરોપીને ઝડપી પાડવામાં સફળ થઇ.