SURAT

વરાછામાં પ્રેમિકાના જૂના બોયફ્રેન્ડે નવા પ્રેમીને ઘરમાં ઘુસી ચપ્પુ માર્યું

સુરત: વરાછા લંબે હનુમાન મંદિર સામેની નરસિંહ ની ચાલ માં એક યુવકને ઘરમાં ઘુસી પ્રેમિકાના જુના બોય ફ્રેન્ડે ચપ્પુના બે ઘા મારી પતાવી દેવાની કોશિશ કરતા બુમાબુમ થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ ઘરમાં લોહીના ખાબોચિયામાં પડેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટનાને નજરે જોનાર ચાલના યુવકે કહ્યું હતું કે મેં તો ઇજાગ્રસ્ત યુવકની બુમો સાંભળી બચાવવા માટે દોડી ગયો હતો. 108ની મદદથી હોસ્પિટલ ન લઈ ગયો હોત તો મરી ગયો હોત,

પોલીસે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તનું નામ ચિરાગ બાબલુભાઈ રાજપૂત હોવાનું અને કાપડ માર્કેટમાં સાડી પર સ્ટીકર ચોંટાડવાની મજૂરી કામ સાથે સંકળાયેલો હોવાનું હાલ જાણવા મળ્યું છે. ચિરાગના ઘરમાં કેટલાક દિવસોથી એક યુવતી રહેતી હતી. જેના જુના બોય ફ્રેન્ડે ઘરમાં ઘુસી ચિરાગને પતાવી દેવાના ઇરાદે હુમલો કર્યો હોય એમ પ્રાથમિક ધોરણે કહી શકાય છે. ચિરાગ ના પરિવારમાં એના પિતા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને નજરે જોનાર યુવકે કહ્યું હતું કે ચિરાગ ઉર્ફે લુલું અમારી ચાલ ની બાજુની ગલીમાં જ રહે છે, આજે હું ઘરે કપડાં બદલવા જતો હતો. ત્યારે અચાનક બચાવો બચાવો ની બુમો સાંભળી દોડી જતા ચિરાગના ઘરમાં કોઈએ અજાણ્યો ઈસમ એને ઘા મારી રહ્યો હતો. મને જોઈ ભાગી જતા ચિરાગ જમીન ઉપર પડી ગયો હતો. તાત્કાલિક 108ની મદદથી ચિરાગને સારવાર માટે સ્વીમેર લઈ ગયો હતો. જ્યાં પોલીસ દોડી આવતા હાલ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top