SURAT

કતારગામની યુવતીને પ્રેમ કરતો હોવાનું કહીને કપડા બદલતો વિડીયો મંગાવી કર્યું આવું કામ

સુરત: (Surat) કતારગામ ખાતે રહેતી યુવતીને તેના પ્રોજેક્ટના હેડ જુનાગઢના યુવકે પ્રેમ સંબંધનો (Love Affair) ભરોસો અપાવી કપડા બદલતો વિડીયો મંગાવ્યો હતો. બાદમાં દબાણ કરી અનેક વિડીયો અને ફોટો મંગાવ્યા હતા. લગ્ન (Marriage) પછી પણ યુવતીને આ રીતે પરેશાન કરતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

  • યુવતીને પ્રેમ કરતો હોવાનું કહીને કપડા બદલતો વિડીયો મંગાવી બ્લેક મેઈલ કરી નગ્ન ફોટો મંગાવ્યા
  • સરકારી એનએચઆરઆર પ્રોજેક્ટના જુનાગઢના હેડની યુવતી સાથે છેડતી
  • યુવતીના લગ્ન પછી પણ વિડીયો અને ફોટો મોકલવા દબાણ કરતા પોલીસ ફરિયાદ

કતારગામ ખાતે રહેતી 22 વર્ષીય આરતીબેન (નામ બદલ્યું છે) એ કતારગામ પોલીસ સ્ટેશનમાં હિરેન દેવેન્દ્રભાઇ મેહતા (રહે. જુનાગઢ) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2018 માં આરતી ભટાર ખાતે આવેલી લેબમાં નોકરી કરતી હતી. તે સમયે સરકારી એનએચઆરઆર પ્રોજેક્ટનો લીડર આ હિરેન હતો. આ હિરેને ટેબલેટ આપી આરતી સહિતના સ્ટાફને ટ્રેનિંગ આપી હતી. ત્યારે તેમની સાથે ઓળખાણ થતા બંને વચ્ચે વોટ્સએપ પર વાતો થતી હતી.

ત્યારે હિરેને ફોન પર આરતીને પ્રેમ કરતો હોવાનું કહ્યું હતું. તે વખતે આરતીનો કપડા બદલતો વિડીયો હિરેન પાસે વોટ્સએપ મારફતે મોકલ્યો હતો. અને ત્યારપછી વારંવાર દબાણ કરી નગ્ન ફોટો અને વિડીયો મંગાવતો હતો. જેથી આરતીએ તેની સાથે સંબંધ તોડી ગત ફેબ્રુઆરી 2023 માં બીજે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી પણ પહેલાનો વિડીયો મોકલીને બીજા વિડીયો મોકલવા માટે દબાણ કરતો હોવાથી આરતીએ તેના પતિને વાત કરતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top