Gujarat

ગુજરાતમાં 48 કલાક પછી કાતિલ ઠંડી શરૂ થશે, તાપમાન 3 ડિગ્રી ગગડશે

ગાંધીનગર: રાજયમાં કાતિલ ઠંડીમાંથી આંશિક મુક્તિ જોવા મળી રહી છે, જેના પગલે કચ્છમાં (Kutch) પણ શીત લહેરની અસરમાં રાહત જોવા મળી રહી છે. નલિયાનું તાપમાન તો ઘટીને 1 ડિગ્રી થઇ ગયું હતું. જે તબક્કાવાર વધીને આજે 7 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કાતિલ ઠંડીની અસર હાલમાં જોવા મળી રહી છે. અમદાવાદ (Ahmedabad) તથા ગાંધીનગરમાં (Gandhinagar) પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યુ છે. જે જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડી છે ત્યાં જિલ્લા વહીવટીતંત્રએ સવારની શાળાઓના સમયમાં ફેરફાર કર્યો છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ઠંડી રોકે તેવા સ્વેટર કે જેકેટસ પહેરીને આવે તો તેમની સામે કોઈ પગલા નહીં લેવાય તે રીતના આદેશો સરકારે કરી દીધા છે. રાજયમાં 48 કલાક પછી ફરીથી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે, તે દરમિયાન રાજયમાં 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી શકે છે.

અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલા કેન્દ્રિય હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 12 ડિ.સે., ડીસામાં 11 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 11 ડિ.સે., વડોદરામાં 13 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે., વલસાડમાં 13 ડિ.સે., ભૂજમાં 12 ડિ.સે., નલિયામાં 7 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિગ્રી, અમરેલીમાં 9 ડિગ્રી, ભાવનગરમાં 12 ડિ.સે.,રાજકોટમાં 12 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top