Dakshin Gujarat

રાજપીપળાની મહિલા સાથે ફોન પે ચાલુ કરાવવાના બહાને રૂ.16 લાખની છેતરપિંડી

રાજપીપળા: રાજપીપળા (Rajpipla) શહેરમાં પોલીસ દ્વારા સતત સાયબર ક્રાઇમ (Cybercrime) બાબતે જાગૃતિ લાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. છતાં કેટલાક લોકો હજુ તેનો ભોગ બને છે, જેમાં હાલ એક મહિલા ભોગ બની છે.પ્રાપ્ત માહિતી અનુસાર હેતલબેન વિનોદભાઇ તડવીના મોબાઇલ ફોનમાં ફોન પે (Phone Pay) બંધ થઈ ગયો હોય અને તેઓ પૈસા ટ્રાન્સફર કરવા માટે ફોન પેની જરૂરિયાત હોવાથી ફોન પે ચાલુ કરવા ગૂગલ ઉપરથી ફોન પે કસ્ટમર નંબર મેળવ્યો હતો. જેના ઉપર ફોન પે ચાલુ કરવા કમ્પ્લેઇન લખાવવા ફોન કરતાં એનિડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. અને તેમના એસ.બી.આઇ. બેંકમાં એકાઉન્ટ તથા જોઇન્ટ એકાઉન્ટ જે ફોન પે સાથે કનેક્ટ હોવાથી બંને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.16,00,000 ઉપાડી છેતરપિંડી આચરી ગુનો કરતાં રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમથી બચવા માટે સતર્કતા રાખવી જરૂરી – એસપી
ભરૂચ જિલ્લા પોલીસ અને ભરૂચ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તેમજ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમને લઈ લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ “સાયબર ક્રાઈમ લોક જાગૃતતા અભિયાન અંતર્ગત સેમીનાર યોજાયો હતો. એસપી લીના પાટીલે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ થકી સમગ્ર વિશ્વના દેશો તથા લોકો માટે પણ પરસ્પર માહિતીનું આદાન પ્રદાન કરવા ખૂબ જ સહેલુ થઈ ગયું છે.

લોક જાગૃતતા અભિયાન અંતર્ગત સેમીનાર યોજાયો
પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાયબર એક્સપર્ટ ડી.એન.પંચાલ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર, કે.જી.એમ વિદ્યાલયના ઉપાસનાસિંહ સહિત વડોદરાથી વિશેષ સાયબર એક્સપર્ટ તેમજ મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા.

બચવા માટે સર્તકતતા સાથે જાગૃતિ કેળવવાની જરૂર
આ પ્રકારની સવલતના કારણે માનવજીવન ધોરણ પણ ઉંચું આવ્યું છે. પરંતુ દરેક સગવડો માટે કહેવાય છે તેમ સિક્કાની જેમ બે પાસા હોય છે. સકારાત્ક અને નકારાત્ક પાસા આ ક્ષેત્રમાં નકારાત્મ પાસા એવા સાયબર ક્રાઈમનો ઉદભવ થયો છે. સાંપ્રત સમયમાં સાઈબરક્રાઈમથી બચવા માટે સર્તકતતા સાથે જાગૃતિ કેળવવાની જરૂર છે.

Most Popular

To Top