SURAT

સુરત: મારી પાસે તારી વીડિયો ક્લિપ છે, મારી સાથે સબંધ નહિ રાખે તો હું તને ખોટા કેસમાં ફસાવી દઈશ

સુરતઃ (Surat) રાંદેરમાં પરિણીતાએ બીજા લગ્ન (Marriage) કરી લીધા પછી તેના પૂર્વ પ્રેમીએ તથા તેના મિત્રએ મારી પાસે તારી વીડિયો ક્લિપ (Video clip) છે, જો તું મારી સાથે સબંધ (Relation) નહિ રાખે તો હું તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપતા પરિણીતાએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • મારી પાસે તારી વીડિયો ક્લિપ છે, મારી સાથે સબંધ નહિ રાખે તો હું તને ખોટા કેસમાં ફસાવી દઈશ
  • રાંદેરની પરિણીતાને પૂર્વ પ્રેમી અનિલ કાઠી ઉર્ફે અરવિંદ રાણવાએ ફોન કરી ધમકી આપતાં પતિ-પત્નીએ ફરિયાદ નોંધાવી

રાંદેર, ઝઘડિયા ચોકડી પાસે રહેતી ૩૩ વર્ષીય રોહિણીના પ્રથમ લગ્ન વિશાલ સાથે થયાં હતાં. આ લગ્ન જીવનથી તેણીને સંતાનમાં એક દિકરો છે. આઠેક વર્ષ પહેલાં તેના છુટાછેડા થયા હતાં. દરમિયાન તેણીને અરવિંદ ખીમજીભાઇ રાણવા સાથે પ્રેમ થયો હતો. પાંચેક વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યા બાદ રોહિણીએ કૌટુંબિક કારણસર આ પ્રેમસબંધ તોડી નાંખ્યો હતો. એક વર્ષ પહેલાં રોહિણીએ બીજા લગ્ન કરી લીધા હતાં. હાલ રોહિણી તેના પતિ સાથે રહે છે. ગઈકાલે મંગળવારે રોહિણીના મોબાઈલ ઉપર પૂર્વ પ્રેમી અનિલ કાઠી ઉર્ફે અરવિંદ ખિમજીભાઇ રાણવા (રહે. બંગલા નં-૩૦, નવરંગ સોસાયટી, અંબાનગર, સોશ્યો સર્કલ, ખટોદરા તથા ફ્લેટ નં-૩૦૨, શિવરંજની એપાર્ટમેન્ટ, અલ્ફા હોટલ પાસે, સચીન-પલસાણા) ફોન આવ્યો હતો.

ફોનમાં અનિલ કાઠી ઉર્ફે અરવિંદે રોહિણીને ધમકી આપી કે મારી પાસે તારી વીડિયો ક્લિપ છે જો તું મારી સાથે સબંધ નહિ રાખે તો હું તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી ગાળો આપી હતી. અને જો તું આ વાત બીજાને કરીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. અનિલ કાઠી ઉર્ફે અરવિંદનો મિત્ર આકાશ ઓડ (રહે- સંતતુકારામ સોસાયટી) એ પણ રોહિણીને આવીજ ધમકીઓ આપી હતી. જેથી ગભરાઈને રોહિણીએ તેના પતિને જાણ કરતા તેઓએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top