National

મહારાષ્ટ્રના નાસિકમાં 60 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ: 22 વર્ષીય યુવકે આપ્યો ઘટનાને અંજામ

નવી દિલ્હી : મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાંથી (Nasik) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 22 વર્ષના યુવાકે 60 વર્ષની વૃદ્ધ મહિલા (Old Lady) પર કથિત રીતે બળાત્કાર (Rape) કર્યો છે. હાલતો પોલીસે આરોપીની અટક કરીને તેને જેલના સળિયા ગણતો કરી નાખ્યો છે અને આ ઘટનાને પગલે તપાસ હાલ વધુ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને પોલીસ પણ આશ્ચર્યમાં છે કે કોઈ આટલી વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ જેવા જઘન્ય ઘટનાને અંજામ આપવાનું વિચારી પણ કેવી રીતે શકે જોકે હાલતો પોલીસ (Police) ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

  • મહારાષ્ટ્રના નાસિકમાં 60 વર્ષીય મહિલા પર 22 વર્ષના છોકરા દ્વારા કથિત રીતે બળાત્કાર
  • હાલતો પોલીસે આ મામલે એક શંકાસ્પદની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ શરુ કરી છે
  • આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ ચોંકી ઉઠી છે: જોકે યુવકની અટકાયત કરી લેવામાં આવી છે

ઘટના શું હતી અને કેવીરીતે બની હતી
ઘટનાના અનુસંધાનમાં હાલતો વધુ તપાસ ચાલી રહી છે. જેને કઈને પોલીસ સૂત્રોએ બુધવારે જણાવ્યું કે જે મહિલા સાથે આ ઘટના બની તે પણ લકવાગ્રસ્ત છે. આ ઘટના મંગળવારે સવારે નાશિક શહેરના ઉપનગરમાં બની હતી. જયારે આ પીડિત મહિલા તેના ઘરમાં એકલી હતી. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મહિલા છેલ્લા કાટેલયા વખતથી તેના ઘરમાં એકલી રહે છે ઉપરાંત તે છેલ્લા સાત વર્ષથી પથારીવશ પણ છે. જ્યારે આ મહિલાનો ભાઈ નજીકમાં જ રહે છે.

હાલ આ ઘટનામાં શંકાસ્પદ યુવકની અટકાયત કરી લેવાય છે
મંગળવારે રાત્રે એક યુવક આ વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી ગયો અને જો તેણીએ એલાર્મ વગાડ્યું તો તેને ગંભીર પરિણામોની ધમકી આપીને પીડિતા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. બહાર નીકળતા પહેલા તેણે મહિલાના ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. મહિલાએ તેને આ ઘટના વિશે જણાવ્યું જ્યારે તેનો ભાઈ સવારે ચા પહોંચાડવા આવ્યો હતો જેના પગલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top