Gujarat

CM ભૂપેન્દ્ર પટેલની નવી કેબીનેટમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી

ગુજરાત: ગુજરાત (Gujarat) રાજ્યના 18મા મુખ્યમંત્રી (CM) તરીકે ભૂપેન્દ્ર પટેલે સોમવારે શપથ લઈ લીધા હતા. તેમની સાથે 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તેમજ 6 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. આ મંત્રીઓમાં 4 મધ્ય ગુજરાત, 5 દક્ષિણ ગુજરાત, 5 સૌરાષ્ટ્ર અને 3 ઉત્તર ગુજરાતના મંત્રીઓનો સમાવેશ કરાયો હતો. પીએમ (PM) નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા શપથવિધી સમારંભમાં સીએમ પદે ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૮ અને રાજ્ય કક્ષાના ૨ પદમાનિત મંત્રીશ્રીઓને સ્વતંત્ર પ્રભાર તથા ૬ પદનામિત મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી તરીકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં. આ મંત્રીઓની શપથવિધિ બાદ સાંજે તેમને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. સાંજે મળેલી પહેલી કેબીનેટની બેઠકમાં આ ખાતાઓની ફાળવણી કરાઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

કેબીનેટ મંત્રીશ્રીઓ
1.કનુભાઇ મોહનભાઇ દેસાઇ: નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
2.ઋષિકેશભાઇ પટેલ: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
3.રાઘવજીભાઇ પટેલ: કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
4.બળવંતસિંહ રાજપુત: ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
5.કુંવરજીભાઇ બાવળીયા: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
6.મુળુભાઇ બેરા: પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
7.ડો. કુબેરભાઇ ડીંડોર: આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
8.ભાનુબેન બાબરીયા: સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
1.હર્ષ સંઘવી: રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
2.જગદીશ વિશ્વકર્મા: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
3.પરષોત્તમ સોલંકી: મત્સ્યોદ્યોગ અને પશુપાલન
4.બચુભાઇ મગનભાઇ ખાબડ: પંચાયત, કૃષિ
5.મુકેશભાઇ જે. પટેલ: વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
6.પ્રફુલ્લભાઇ પાનસેરીયા: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
7.ભીખુસિંહ ચતુરસિંહ પરમાર: અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
8.કુંવરજીભાઇ હળપતી: આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

Most Popular

To Top