મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટર આમિર ખાનની (Aamir Khan) માતા ઝીનત હુસૈનને (Zeenat Hussain) હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હતો. જ્યારે ઝીનત હુસૈનને હાર્ટ એટેક આવ્યો ત્યારે તે તેના પંચગનીના ઘરમાં હતી. દિવાળીના સમયે આમિર તેની માતા અને પરિવાર સાથે હતો. આ પહેલા જ સહ પરિવારે ઝીનત હુસૈનનો બર્થ ડે ઉજવ્યો હતો. હાલ તેની માતા મુંબઈને હોસ્પિટલમાં (Hospital) દાખલ છે.
આમિરની માતાને હાર્ટ એટેક આવ્યો હતો
બોલિવુડ એક્ટર આમિર ખાનની માતા ઝીનત હુસૈન મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આમિર ખાન પણ તેની માતા સાથે હોસ્પિટલમાં હાજર છે. પરિવારના અન્ય સભ્યો પણ તેને મળવા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની માતાની હાલત હવે ઠીક છે. તેણીની વાઇટલ સ્થિર છે. આ સાથે જ ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, આમિર ખાન અને તેનો પરિવાર સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે કે આ અંગે કોઈ માહિતી જાહેરમાં ન જાય.
આમિર ખાન છેલ્લે કરણ જોહરના ચેટ શોમાં જોવા મળ્યો હતો. કોફી વિથ કરણ સીઝન 7માં આમિર કરીના કપૂર સાથે પહોંચ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને અફસોસ છે કે તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવતો નથી. તેણે કહ્યું હતું કે હવે તે તેની માતા અને બાળકો સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. હવે તે પોતાના જીવનમાં પરિવાર અને સંબંધોને મહત્વ આપી રહ્યો છે.
થોડા સમય પહેલા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી
થોડા સમય પહેલા આમિર ખાને માતા ઝીનતનો જન્મદિવસ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગનો વીડિયો પણ વાયરલ થયો હતો. આમાં, આમિરનો આખો પરિવાર ખુશીથી માતાનો ખાસ દિવસ એકસાથે ઉજવતો જોવા મળ્યો હતો. વીડિયોમાં ઝીનત હુસૈને કેક પણ કાપી હતી.
તમને જણાવી દઈએ કે આમિર ખાન છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. તેણે આ ફિલ્મમાં પંજાબી વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે, જે તેના જીવનમાં ઘણી બધી બાબતોનો સામનો કરે છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર, મોના સિંહ અને અભિનેતા નાગા ચૈતન્ય હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ આમિરની માતાને તે પસંદ આવી હતી.