National

ભારે વરસાદ વચ્ચે અરુણાચલ પ્રદેશના ગુમ થયેલા માઉન્ટ એવરેસ્ટ વિજેતાને શોધવા પર્વતારોહકો ઉતર્યા

લગભગ બે અઠવાડિયાથી ગુમ થયેલા અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) પ્રથમ માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) વિજેતા તાપી મ્રા અને તેમના સાથી નિકો દાઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રે ત્રણ વર્તુળોમાં આગામી બે મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે. સર્ચ ઓપરેશનને (Search Operation) વધુ તીવ્ર બનાવવા માટે બેક કેમ્પ ખાતે વધુ બે ક્લાઇમ્બર્સને (Mountaineers) ઉતારી દેવામાં આવ્યા છે. આ સાથે ગુરુવારે દસ લોકોની ટીમ કેમ્પ-1માં જઈને સર્ચ ઓપરેશન હાથ ધરશે. આ સાથે જિલ્લા પ્રશાસને સેનાના નેતૃત્વમાં સર્ચ ટીમ (Search Team) પણ બનાવી છે. જણાવી દઈએ કે 37 વર્ષીય તાપી અરુણાચલ પ્રદેશના સૌથી ઊંચા શિખરો પૈકીના એક માઉન્ટ ક્યારીસાટમ (6890 મીટર) પર ચઢવાના સત્તાવાર મિશન પર હતા.

  • પ્રથમ માઉન્ટ એવરેસ્ટ વિજેતા તાપી મ્રા અને તેમના સાથી નિકો દાઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ
  • દસ લોકોની ટીમ કેમ્પ-1માં જઈને સર્ચ ઓપરેશન હાથ ધરશે
  • વહીવટીતંત્રે આગામી બે મહિના માટે લાડા, ખૈનેવા અને સાવા સર્કલમાં કલમ 144 લાગુ કરી
  • તાપી મ્રા એ 21 મે 2009 ના રોજ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું

આ સંદર્ભમાં માહિતી આપતા એડીસી અને મિશન ઈન્ચાર્જ અશોક તાજોએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનને ઝડપી બનાવવા માટે વધુ બે ક્લાઇમ્બર્સને બેઝ કેમ્પ પર ઉતારવામાં આવ્યા છે. જો હવામાન સારું રહેશે તો તેઓ કેમ્પ-1માં જશે. તેમણે કહ્યું કે બેઝ કેમ્પથી કેમ્પ-1 સુધીનો રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. આ સર્ચ ઓપરેશન માટે જિલ્લા પ્રશાસને એક ટીમ બનાવી છે, જે સેનાના અધિકારીઓનું નેતૃત્વ કરશે. સર્ચ ઓપરેશનમાં મદદ માટે ચાર સહયોગીઓને મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે સેનાના 13 જવાનોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

ઉપરાંત જિલ્લા વહીવટીતંત્રે આગામી બે મહિના માટે લાડા, ખૈનેવા અને સાવા સર્કલમાં કલમ 144 લાગુ કરી છે. અવિરત વરસાદના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. આ સમય દરમિયાન કોઈપણ આરોહકો પ્રવાસ પર જઈ શકશે નહીં. જોકે આ નિયમ આર્મી અને ટીબીપીના જવાનોને લાગુ પડશે નહીં.

સર્ચ ઓપરેશનને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેજર એલ.પી. સિંહના નેતૃત્વમાં રેસ્ક્યુ ટીમ કમાન્ડર બનાવવામાં આવી છે. તમામ પર્વતારોહક આ ટીમને જ રિપોર્ટ કરશે. સર્ચ ઝુંબેશના ફોટો કે મોબાઈલ વિડિયોને મંજૂરી આપવામાં આવશે નહીં. સેટેલાઇટ ફોનનો ઉપયોગ માત્ર આર્મી હેડક્વાર્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાતચીત માટે કરી શકાશે.

સર્ચ અભિયાનમાં સામેલ લોકોના સ્વાસ્થ્યની માહિતી દરરોજ આપવાની રહેશે
સર્ચ ઓપરેશનની માહિતી આર્મી હેડક્વાર્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને આપવાની રહેશે. આ સાથે સર્ચ ટીમના સભ્યોના સ્વાસ્થ્યની માહિતી પણ દરરોજ આપવાની રહેશે. નોંધનીય છે કે તાપી (37) અરુણાચલ પ્રદેશના સૌથી ઊંચા શિખરો પૈકીના એક માઉન્ટ ક્યારીસાટમ (6890 મીટર) પર ચઢવાના સત્તાવાર મિશન પર હતા. તાપી મ્રા એ 21 મે 2009 ના રોજ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું.

Most Popular

To Top