ભારતનો દરેક નાગરિક પછી તે કોઈ પણ ધર્મ કે કોમનો હોય તે છેવટે એક ભારતીય નાગરિક જ છે. હું પોતે કોઇ પણ રીતે મુસ્લિમ સમાજનો વિરોધી નથી, પણ અહીં જે વર્ણન કર્યું છે તે એક ઇતિહાસને પાને લખાઈ ચૂકેલી વાત છે, જે એક નગ્ન સત્ય છે અને તેને કોઈ નકારી શકે તેમ નથી. જ્યારે એક આતંકવાદી યાસર અરાફતે ઇઝરાયલની વિરૂદ્ધ ફિલિસ્તાનને એક મુસ્લિમ રાષ્ટ્ર ઘોષિત કર્યું, ત્યારે ફિલિસ્તાનને માન્યતા આપવાવાળો પ્રથમ દેશ સાઉદી અરેબિયા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાક કે તુર્કી નહીં પણ ભારત હતો. ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મુસ્લિમ તુષ્ટિકરણ માટે ફિલિસ્તાનને માન્યતા આપી અને યાસર અરાફત જેવા આતંકવાદીને નેહરૂ શાંતિ પુરસ્કાર પણ આપ્યો અને પાછળથી રાજીવ ગાંધીએ તેને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર આપ્યો.
આટલું ઓછું હોય તેમ રાજીવ ગાંધીએ તેને દુનિયાભરમાં ફરવા માટે એક બોઇંગ વિમાન ભેટરૂપે આપ્યું હતું. આ જ અરાફતે OIC( ઇસ્લામિક દેશોનું સંગઠન)માં કાશ્મીરને પાકિસ્તાનનું એક અભિન્ન અંગ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે પાકિસ્તાન ઈચ્છશે ત્યારે મારા પુત્રો કાશ્મીરની આઝાદી માટે લડશે. ઇન્દિરા ગાંધીએ જે નેહરૂ શાંતિ પુરસ્કાર આપ્યો હતો, તેમાં “ 1 કરોડ રોકડા અને 200 gm સોનાથી મઢેલી શાલ હતી. જરા વિચારો 34 વર્ષ પહેલાના 1 કરોડ રૂપિયા એટલે હાલના દોઢ અબજથી પણ વધારે અને આજે એ જ કોંગ્રેસ પાર્ટી મોદીજીને શીખવી રહી છે કે વિદેશ નીતિ શું હોવી જોઇએ? આ ઉદાહરણ પરથી કોણ દેશભક્ત છે અને કોણ દેશદ્રોહી તે દરેકને સમજાઈ જવું જોઈએ. કોંગ્રસના ભકતો અને નરેન્દ્રભાઇ મોદીના વિરોધીઓએ ખાસ સમજવું જરૂરી છે એવું નથી લાગતું?
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે