Charchapatra

સરકાર શિક્ષણ અને શિક્ષક પ્રત્યે જાગૃત છે ખરી?

ગુજરાતમિત્ર દૈનિકના 30 જૂનના છેલ્લા પાના ઉપર સમાચાર હતા કે ભરૂચની એક સરકારી મિશ્ર શાળામાં શિક્ષકની ગેરહાજરીમાં જે તે શાળામાં મધ્યાહન ભોજન બનાવતા રસોઇ પણ બહેન વર્ગખંડમાં હાજર હતા. આમાં નવાઇ પામવા જેવું શું છે? વિચારવા જેવી વાત તો એ છે કે જે તે શાળામા 1 થી 5 ધોરણમાં 50 થી વધુ બાળકો અભ્યાસ કરે છે અને તેમની વચ્ચે માત્ર અને માત્ર એક જ શિક્ષક તમામ જવાબદારી નિભાવે છે. તો સંજોગશાત પોતાના અંગત કે પછી શાળાના કામ અર્થે શિક્ષકે થોડા સમય માટે પણ બહાર જવાનું હોય તો જે તે શિક્ષક પાસે આના સિવાય બીજો કોઇ વિકલ્પ છે ખરો? વિચારો. ગુજરાત સરકાર આ બાબત વિચારશે ખરી.

એક સમયે આપણા દેશના નેહરુ ગાંધી પરિવારમાં રસોઇનું કામ કરનાર પ્રતિભાબેન પાટીલ કે જેઓ ગાંધી કુટુંબની રસોઇ કરતાં કરતાં સીધા રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયા હતા, જે વાત જગ જાહેર છે. માટે જે તે શાળામાં થોડા સમય માટે પણ શિક્ષકની ગેરહાજરીમાં રસોઇ પણ બહેન વર્ગખંડમા બેસે તેમાં કઇ આશ્ચર્ય પામવા જેવું નથી. ભરૂચ જેવા વિકસિત શહેરની શાળામાં આવી દશા છે, તો ભરૂચ જિલ્લાના ઉંડાણના ગામડાંઓની શાળામાં કેવી દશા હશે! આ બાબતે ગુજરાત સરકારે શરમાવા જેવું છે. ગુજરાતમિત્ર પોતાના દૈનિકમાં આવા સત્ય સમાચાર પ્રગતિ કરીને સહકારી તંત્રના અધિકારીઓના કાન કાપી રહી છે, તેમાં બેમત નથી જ નથી. વિચારો કે શિક્ષણ દ્વારા પરિવર્તન અને પરિવર્તન દ્વારા પ્રગતિ થશે ખરી? અસ્તુ.
સુરત     – કીકુભાઇ જી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top