Vadodara

કોંગ્રેસ દ્વારા માલેતુજારાઓની મિલકતોના દબાણો તોડવા મુહિમ

વડોદરા: વડોદરા શહેરમાં બનતા સૌથી મોટા ફ્લાય ઓવરને અવરુધ રૂપ થયેલ ઓલ્ડ પાદરા રોડ પરના ત્રણ મંદિરો જે રાતના અંધારામાં ઈરાદા પૂર્વક પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા જેનો કાટમાળ નવલખી મેદાનમાંથી મળી આવ્યો હતો. જેને પગલે વડોદરા શહેરીજનોની અને હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ હતી. જે સંદર્ભે વડોદરા કોંગ્રેસ પાર્ટી દ્વારા આ રોજ પાલિકાના અધિકારીઓ તથા પ્રજાના ચુટાયેલા પ્રતિનિધિઓ અને માંલેતુંજારાની મિલકતોના દબાણ તોડવા મુહિમ કરવામાં આવશે.વડોદરાને સ્માર્ટ સીટી બનાવવા માટે પાલિકા દ્વારા વડોદરા શહેરના સૌથી મોટા બનતા બ્રિજને અવરોધ રૂપ હોય તેવા ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ત્રણ મંદિરો પાલિકા દ્વારા રાતોરાત સ્માર્ટ સીટી બનાવવા માટે તોડી પાડવામાં આવ્યા હતા.જયારે ચુંટણી આવે છે. ત્યારે ધર્મ અને મંદિરના નામે રાજનીતિ કરે છે.

મંદિરના નામે વોટ માંગવા અને પછી એજ મંદિરો તોડવામાં આવે છે જે ભાજપની કહેણી અને કરણી છે. તે પ્રજા સામે દેખાય છે. મુહ મેં રામ બગલમે છુરી રામ નામ સહારે તળિયા થી નળિયા સુધીનો સત્તાધારી સ્બ્જો મેળવ્યા બાદ હવે પોતાને રામભક્ત ગણાવતા વડોદરાના શાસકો ને સ્માર્ટ સીટી બનાવવાના બહાને મંદિરો નડે છે. રામ સે બડા રામ કા નામ ભગવાન રામ ના પરમ ભક્ત હનુમાનજી ભગવાનનું મંદિર તોડ્યું એ લાખો લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.

 જેમાં આજ રોજ વડોદરા શહેર કોગ્રેસ પાર્ટી દ્વારા રાતો રાત મેયરની સુચનાથી નિયમ વિરુદ્ધ તોડી નખાયેલ ત્રણ મંદિરો અને  દેવી દેવતાઓની ખંડિત મૂર્તિને લીધે હિંદુ ધર્મના લાખો શ્રધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ હતી. લાખો શ્રધાળુઓની લાગણીને દધ્યાનમાં રાખીને કોગ્રેસ દ્વારા પાલિકાના અધિકારીઓ, ચુટાયેલા પ્રતિનિધિઓ અને માલેતુજારોની મિલકતોના દબાણો કરેલા હશે તે દબાણો શોધીને  કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેરીજનો સમક્ષ ખુલ્લા પાડવામાં આવશે. અને દબાણો તોડવાની મુહિમ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે.

Most Popular

To Top