Vadodara

શનિ જયંતિ : વાડી શનિદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી

વડોદરા: સૂર્યના પુત્ર શનિદેવનો જન્મ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે થયો હતો. આ દિવસે શનિદેવની સાચા મનથી આરાધના અને પૂજા-પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શનિદેવથી સંબંધિત વસ્તુઓનો દાન કરવાથી શનિની મહાદશામાં લાભ મળે છે. તે કર્મના દાતા છે, તેમના દ્વારા કરાયેલા કાર્યના આધારે લોકોને ફળ આપે છે. શનિની સાડાસાતી કે ઢૈયાની અસર દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમયે આવે છે. આમાં વ્યક્તિ પરેશાન થાય છે, તેને તેના કર્મોનું ફળ મળે છે. એવું કહેવાય છે કે જેના પર શનિદેવની દ્રષ્ટિ હોય છે તેના ખરાબ સમયની શરૂઆત થાય છે.  શહેરના શનિદેવ મંદિરો પર દર્શનાર્થીઓ ની ભારે ભીડ ઉમટી આવી હતી. શહેરના વાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક શનિદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી હરોળ જોવા મળી હતી. જયારે દાંડીયાબજાર  ચાર રસ્તા સ્થિત શનિદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના હારની ભીડભંજન હનુમાનજી મંદિરે સ્થાપિત શનિદેવ મહારાજના મંદિરે ખાસ શણગાર કરવામાં આવ્યા હતા. જ્યાં શનિ જયંતી નિમિતે હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાહવો લઇ ધન્ય થયા હતા.

Most Popular

To Top