પલસાણા: રાજસ્થાનના (Rajasthan) ગંગાપુરનો યુવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) મળવા માટે નીકળ્યો છે. આ યુવાન રાજસ્થાનથી પગપાળા મુંબઈ (Mumbai) જવા માટે નીકળ્યો છે. આ યુવાન રાજસ્થાનથી નીકળી પલસાણા (Palsana) પહોંચતાં તેનું રાજસ્થાન સમાજના સ્થાનિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. યુવાન મુકેશ અંબાણીને મળી ગંગાપુરના યુવાનો માટે રોજગારીની માંગ કરશે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાનનો એક યુવાન મુકેશ અંબાણીને મળવા માટે પગપાળા મુંબઈ જવા નીકળ્યો હતો. પલસાણા આવી પહોંચતાં યુવાનોએ આ યુવકને હાર પહેરાવી તેનું સ્વાગત કર્યું હતું. મોનોજ ગંગાપુરથી નીકળી મુંબઈ જવા માટે પગપાળા નીકળ્યો હતો. ગામના આગેવાન રાજેન્દ્ર ત્રિવેદીએ લીલી ઝંડી બતાવી તેને રવાના કર્યો હતો. પલસાણા આવી પહોંચતાં ગામના રાજસ્થાની યુવાન અનિલ શર્માએ જણાવ્યું હતું કે, આ પગપાળા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગંગાપુરના બેરોજગાર યુવાઓને નોકરી અપાવવા માટેનો છે. જેથી આ યુવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસે પહોંચી ચર્ચા કરવા માટે નીકળ્યો છે. ગ્રામજનોએ ઢોલ-નગારાં સાથે મનોજને મોકલ્યો હતો. યુવાનને વડીલોના આશીર્વાદ લઈ પગપાળા મુંબઈ જતો યુવાન રોજગાર અપાવવા પગપાળા નીકળેલા યુવાનને સ્થાનિકોએ તેને હાર પહેરાવી સ્વાગત કર્યું પણ કર્યું હતું.
સરકારી ખાતરની હેરાફેરી કરતા બે વલસાડથી પકડાયા
વલસાડ : વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસેથી પોલીસે બાતમીના આધારે બીલ વગર આઇશર ટેમ્પોમાં ખાતર હેરાફેરી કરતા પોલીસે ટેમ્પામાંથી રૂ. ૨૧૩૨૦ ની મત્તાનું ખાતર ઝડપી પાડી બેની ધરપકડ કરી છે. આ ખાતર સરોણ એગ્રો એન્ડ ફર્ટીઈઝર નામની દુકાનમાંથી ભરીને ગુંદલાવ જીઆઇડીસીમાં લઇ જવાતું હતું.
વલસાડ રૂરલ પોલીસથી હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે ટેમ્પોમાં ખાતરની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે આઈસર ટેમ્પો (નં. જીજે ૧૫ વાય વાય ૮૧૭૨) આવતા જોતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતાં સરકાર દ્વારા ખેડૂતોને અપાતુ સબસીડીવાળુ યુરિયા ખાતરની ૮૦ ગુણી મળી આવી હતી. પોલીસે ટેમ્પોચાલક ગુંદલાવ જી.આઇ.ડી.સી ચંદન પોલીમર્સ કંપનીના રૂમમાં રહેતો સુનિલ આનંદભાઈ કામાકર અને ક્લીનર વલસાડ તાલુકાના ખજુરી ગામે રહેતા દિનેશ દિલીપભાઈ હળપતિ પાસે પોલીસે બીલની માંગણી કરી હતી. એમની પાસે બિલ ના હોય ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું જણાયું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા આ ખાતર નાની સરોણ ગામે જલારામ મંદિર પાસે રહેતા શિરીષ કુમાર ઉફે લાલો અશોક કુમાર પટેલ તેઓ નાની સરોણ ગામે મહાલક્ષ્મી એગ્રો એન ફટીલાઈઝર નામની દુકાનથી ભરીને વલસાડના ગુંદલાવ જી.આઇ.ડી.સી.માં આવેલી ચંદન પોલીમર્સ કંપનીના માલિક નિમેષ પટેલની કંપનીમાં લઈ જતા હતા. હાલ પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યા છે. શિરીષ પટેલ અને નિમેશ પટેલને પકડવા પોલીસે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.