Dakshin Gujarat

પારડી હાઇવે પર રિક્ષા-ટ્રક વચ્ચે અકસ્માત

પારડી : પારડી (Pardi) હાઇવે શ્રીનાથ હોટલ (Hotel) પાસે મંગળવારે (Tuesday) સાવરે રિક્ષા (Auto) અને ટ્રક (Truck) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજા થતા નજીકની હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં લઇ ગયા હતા. અકસ્માતમાં રિક્ષાને ટક્કર મારી ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.

પારડી હાઇવે પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં રિક્ષામાં બેસેલ મુસાફરોને નાની મોટી ઈજા પામતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં લઇ ગયા હતા. અકસ્માતમાં રીક્ષા વાપીથી પારડી તરફ આવી રહી હતી. તે દરમ્યાન હોટલ પાસે ક્રોસ કરવા જતા હાઇવે પર રિક્ષા પારડી તરફ આવી રહી હતી. જેને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી દેતા રિક્ષામાં બેઠેલા સવારને ઇજા પહોંચી હતી. જેમાં બે મુસાફરોને ગંભીર ઇજા પહોંચતાં ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.

કપરાડા નજીક બે ટેમ્પો વચ્ચે અકસ્માત, ચાલકનું મોત
વલસાડ : કપરાડા નાસિક માર્ગ ઉપર કપરાડા નજીક બે ટેમ્પો વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી હસન કમાલ શેખ ટેમ્પો લઈ ભિલાડથી સાબુ અને પાવડર ભરી પરત જઈ રહ્યો હતો. તે સમયે કપરાડા બોરીની દોરડી ચઢાણવાળા માર્ગ પર પૂરપાટ આવી રહેલા બીજા ટેમ્પોના ચાલકે રોગ સાઈડ આવી ટેમ્પો સાથે અથડાવી દેતા ટેમ્પોમાં ચાલક દબાઈ જતા સ્થાનિકોએ આવી બહાર કાઢ્યો હતો. જ્યારે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક ઇન્દ્રજીત પાલ (રહે.ડુંગરા,ગેટ ફળીયા મૂળ રહે.વાપી)નું સારવાર દરમિયાન વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ઘટના અંગે હસન કમાલ શેખે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક ઇન્દ્રજીત પાલ સામે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top