Dakshin Gujarat

ભાઈની નજર સામે બનેવીએ તેની બહેન સાથે કર્યુ કંઈક એવું કે ભાઈ પણ કંઈ ન કરી શકયો

પારડી : પારડી (Pardi) તાલુકાના બગવાડા ગામે એક પરિણીતા પર શંકા રાખી સાસુ-સસરા અને તેના પતિએ મળી ઢોર માર મારતા ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી હતી. દમણ- ભીમપોર ખાતે એક વાઇનશોપમાં (Wineshop) નોકરી (Job) કરતી બહેનને ભાઈની નજર સામે જ બનેવીએ ગળું પકડી દીવાલમાં પછાડી દેતા ઇજાગ્રસ્ત મહિલાના ભાઈએ (Brother) પારડી પોલીસ મથકે (Police Station) ફરિયાદ (Complaint) નોંધાવી હતી.

પારડીના બગવાડા ગામે ખાડી ફળિયામાં રહેતા દિપક વિજય નાયકાએ તેની પત્ની વંદનાબેન પર શંકા વહેમ રાખી ગાળાગાળી કરી હતી. તે સમયે પરિણીતાના ભાઈ જીગ્નેશ છગન નાયકા ત્યાં હાજર હતા. પતિ દિપક નાયકા, સાસુ પાર્વતીબેન અને સસરા વિજયભાઈ નાયકાએ પરિણીતા વંદનાબેનને ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો. ભાઈએ બહેનને છોડાવવા જતા તેને નીચે પાડી દીધો હતો. દમણ-ભીમપોર ખાતે એક વાઇનશોપમાં નોકરી કરતી બહેનને ભાઈની નજર સામે બનેવીએ ઉશ્કેરાઈ જઈ ગળું પકડી દીવાલમાં પછાડી દેતા લોહીલુહાણ હાલતમાં બાઈક પર પારડી મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. પાછી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરિણીતાને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે ઇજાગ્રસ્ત વંદનાબેનના ભાઈ જીગ્નેશ નાયકાએ પારડી પોલીસ મથકે સાસુ પાર્વતીબેન, સસરા વિજય અને પતિ દિપક નાયકા સામે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

ખડસદ ગામે માતા સાથે બોલાચાલી થતાં પુત્રીએ ફાંસો ખાધો
કામરેજ: કામરેજના ખડસદ ગામે નવી કોલોનીમાં પિયરમાં પતિ સાથે રહેતી 30 વર્ષીય જયોત્સનાબેન અજયભાઈ રાઠોડને માતા શાંતિબેન સાથે બોલાચાલી થઈ હતી. જેના લઈને માઠુ લાગી આવતાં સોમવારે પોતના ઘરમાં એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં કામરેજ પોલીસને જાણ કરતા અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top