Madhya Gujarat

શહેરામાં બે ડમ્પરોના 8 ટાયરો કાઢી લઇ ચોર ફરાર થઇ ગયા

શહેરા: શહેરા નગરમા પસાર થતા  ધમધમતા હાઇવે માર્ગ ને અડીને   આવેલ રિલાયન્સ  પેટ્રોલપંપ પાસે રાત્રિ દરમિયાન  ઉભા રહેલા બે   ડમ્પર વાહનો માથી  પાછળના  8 ટાયરોની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.પોલીસને ચોરોએ જાણે પડકાર ફેકી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. વાહન માલિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરાઇ હતી..શહેરા લુણાવાડા  રાજ્ય ધોરીમાર્ગ હોવાથી અહી રાતદિવસ વાહનોનો ધમધમાટ રહે છે.

ત્યારે  રીલાયન્સ પ્રેટોલ  પંપ પાસે રવિવારની  રાત્રિ દરમિયાન  હાઈવે માર્ગને અડીને ઉભા રહેલા   બે ડમ્પર વાહન  ના પાછળના ભાગના  ટાયર ની  ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોરો   ડમ્પર વાહન ના  8 જેટલા ટાયરોની ચોરી કરી રફુ ચક્કર થઈ ગયા હતા.સતત હાઇવે માર્ગ ધમધમતો હોય છે.ત્યારે રવિવારની રાતે કોઈ અજાણ્યા ચોરોએ તરખાટ મચાવ્યો હતો.ત્યારે સ્થાનિક  પોલીસની રાત્રી પ્રેટોલિંગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જ્યારે આ મામલે વાહન માલિક મહેન્દ્ર ડાભીએ જણાવ્યું હતું કે મારા ડમ્ફર  વાહનના  પાછળના સાત જેટલા  ટાયરોની કોઈ ચોરી કરી લઇ ગયું છે જેની કિંમત અઢી લાખની આસપાસ થવા સાથે મે પોલીસને જાણ કરી છે.

Most Popular

To Top