SURAT

પ્રેમીની વાત માની નગ્ન વિડીયો મોકલવાનું સિંગણપોરની યુવતીને ભારે પડ્યું, પ્રેમીએ કર્યું એવું કે..’

સુરત : સુરતના (Surat) સિંગણપોર (Singanpore) વિસ્તારમાં રહેતી યુવતીએ તેના પ્રેમીને (Lover) સાડા આઠ લાખ રૂપિયા ઉછીના આપતા આ નાણાં પ્રેમી દ્વારા પરત આપવામાં આવ્યા ન હતા. ઉપરથી પ્રેમીએ યુવતીને તેની સાથેના અંગત પળોના વિડીયો વાયરલ (ViralVideo) કરવાની ધમકી (Threaten) આપી હતી. સિંગણપોર પોલીસે પ્રેમી અને તેની પત્ની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હોવાની વિગત જાણવા મળી છે.

  • સિંગણપોરની યુવતી સાથે પ્રેમસંબંધનું નાટક રચી નગ્ન વિડીયો મંગાવી તેના 8.50 લાખ પણ લંપટે ઓહિયા કરી લીધા
  • યુવતીએ નાણાંની માંગણી કરતાં બની બેઠેલા પ્રેમીએ કહ્યું કે, તું નગ્ન વિડીયો મોકલ, તો હું નાણાં મોકલું’
  • મજબૂરીવશ યુવતીએ વિડીયો મોકલ્યો તો પત્ની પાસે ફોન કરાવીને કહ્યું, ‘ હવે નાણાં પાછા માંગ્યા તો તારો વિડીયો વાયરલ કરી દઇશ’.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંગણપોર વિસ્તારમાં રહેતી રેખા ( નામ બદલ્યું છે ) જે હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે ઓન લાઇન સાડી અને લહેંગાનો ધંધો કરે છે. તેની મુલાકાત અવધ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા મૂળ યુપીના શકિતસિંગ ઉદયપ્રતાપસિંગ (રહેવાસી : શ્રીવદન રેસિડન્સી , દેલાવડા ગા, ડિંડોલી) સાથે થઇ હતી. ધીમે ધીમે તેઓ વચ્ચે પ્રેમસબંધ પાંગર્યો હતો.

દરમિયાન શકિતસિંગને નાણાંની સમસ્યા થતા રેખાએ ત્વરીત તેને સાડા આઠ લાખ રૂપિયા લોકો પાસેથી ઉછીના લઇને આપ્યા હતા. શકિતસિંગે આ નાણા પંદર દિવસમાં આપવાની વાત કરીને તેના યુપી ખાતેના ગામમાં પલાયન થઇ ગયો હતો. આ ઉપરાંત શકિતસિંગે આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો.

યુવતીને કહ્યું, તારો નગ્ન વિડીયો મોકલ તો નાણાં મોકલું…
આ કિસ્સામાં શકિતસિંગે રેખાને જણાવ્યું હતું કે તારે સાડા આઠ લાખ રૂપિયા જોઇતા હોય તો તારો નગ્ન વિડીયો મોકલ તો જ હું મોકલીશ. નાણાં ફસાયા હોવાથી મજબૂરી વશ અને શકિતસિંગ સાથે પ્રેમસબંધ હોવાને કારણે યુવતીએ તેનો નગ્ન વિડીયો મોકલ્યો હતો. બાદમાં આ વિડીયો લઇને શકિતની પત્ની નિક્કીએ રેખાને તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આમ યુવતીએ સિંગણપોર પોલીસ આગળ તમામ નાણાંકીય વ્યવહારોના પુરાવા રજૂ કર્યા હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top