SURAT

સુરતમાં ટેસ્ટટયૂબ થકી ગર્ભવતી માતા અને આઠ માસના બંને બાળકોના મોતથી હાહાકાર

સુરત: 8 મહિનાના જોડિયા ગર્ભ સાથે ખોલવડની પરિણીતાને શ્વાસ લેવાની તકલીફ થતાં પરિવાર ગર્ભવતી (Pregnant) મહિલાને લઈને વરાછા ડાયમંડ હોસ્પિટલ (Hospital) પહોંચ્યો હતો પરંતુ ત્યાં હાજર તબીબે તેણીને મૃત (Dead) જાહેર કરતાં પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. પરિણીતાને બાળક નહીં થતું હોવાથી ટેસ્ટ ટ્યુબ બેબીથી (Test tube baby) સારવાર કરાવીને ગર્ભ રાખ્યો હતો, અને બાળકોના માતાના પેટમાં આઠ મહિનાના થઈ ગયા હતા પરંતુ બંને બાળકો જીવનનું અજવાળું જુવે તે પહેલાં જ માતા અને ગર્ભના બંને બાળકો મૃત્યુ પામતાં બંને તરફના પરિવારો સુન્ન મારી ગયા હતા.

  • પરિણીતાને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજન હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તબીબે તેણીને મૃત જાહેર કરી
  • સોનોગ્રાફી કરી તપાસ કરતાં ગર્ભમાં રહેલા આઠ મહિનાના જોડિયા બાળકોના પણ મૃત્યુ પામ્યાં હતા

મરનાર પરિણીતાના પતિ મહેન્દ્ર ભાઈ કોરાટના જણાવ્યા મુજબ, તેમની પત્ની કનુબેનને ગર્ભ રહેતો ન હતો જેના પગલે સમગ્ર પરિવારજનોએ મળીને કનુબેનને ટેસ્ટ ટ્યુબ બેબી થકી બાળક રહે તે માટે સારવાર શરૂ કરાવી હતી. આમ હાલ મારા પત્નીને આઠ મહિનાનો ગર્ભ હતો. આજરોજ બુધવારે મારા પત્નીને અચાનક જ ગભરામણ સાથે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેથી અમે તેઓને ખોલવડ પાસે આવેલી એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેમને અન્ય હોસ્પિટલ લઇ જવાનું કહેતા કારમાં કનુબેનને વરાછા ડાયમંડ હોસ્પિટલ લઈને આવ્યાં હતાં. જ્યાં હાજર તબીબે મારા પત્નીને મૃત જાહેર કર્યા હતા. અને સોનોગ્રાફી કરતાં કનુબેનને પેટમાં એક બાળક અને એક બાળકી હતા, બંને બાળકો પણ ગર્ભમાં જ મૃત્યુ પામ્યા હોવાનું જણાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર હોસ્પિટલમાં ગમગીની છવાઇ હતી.

મહેન્દ્રભાઈ મૂળ અમરેલીના વતની છે અને ખોલવડ પાસે આવેલ સ્ટાર પવિત્રી નગરી એપાર્ટમેન્ટમાં રહે છે. તેઓ ડાયમંડમાં હીરા ધસવાનું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

Most Popular

To Top