Business

ઓસ્ટ્રેલિયામાં 4 ભારતીયોના મોત, 20 વર્ષની સૌથી મોટી દુર્ઘટના બની

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના (Australia) વિક્ટોરિયામાં (Victoria) ડૂબી જવાથી ચાર ભારતીયોના મોત (Indian Death) થયા છે. 24 જાન્યુઆરીની સાંજે ફિલિપ આઇલેન્ડના બીચ (Beaches of Phillip Island) પર ચારેય ભારતીયો ડૂબી ગયા હતા. આજે 25 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય હાઈ કમિશને આ અકસ્માતની જાણકારી આપી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં વિક્ટોરિયન બીચ પર આ સૌથી ખરાબ દુર્ઘટના બની છે. એજન્સીએ સ્થાનિક મીડિયાને ટાંકીને કહ્યું કે બપોરે 3:30 વાગ્યે ન્યૂહેવન પાસે ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ જ્યારે ઈમરજન્સી સર્વિસ ટીમ ત્યાં પહોંચી હતી.

લાઇફ સેવિંગ વિક્ટોરિયા સ્ટેટ એજન્સીના કમાન્ડર કેન ટ્રેલોરે કહ્યું, ફિલિપ આઇલેન્ડ પર પાણીમાં ફસાયેલા ચાર લોકોને મદદ કરવા માટે લાઇફ સેવિંગ ટીમોને બોલાવવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા પછી, અમારા લાઇફગાર્ડ્સે જોયું કે ત્રણ લોકોને ઑફ-ડ્યુટી લાઇફગાર્ડ્સ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બોટમાંથી એક છેલ્લા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

બચાવકર્મીઓએ સીપીઆર પણ આપ્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં. સમાચાર લખાય છે ત્યાં સુધી અધિકારીઓએ મૃતકોના નામ જાહેર કર્યા નથી. વિક્ટોરિયા પોલીસ ઈસ્ટર્ન રિજનના આસિસ્ટન્ટ કમિશનર કેરેન નાયહોમે જણાવ્યું હતું કે મૃતકોમાં 20 વર્ષનો એક પુરુષ, 20 વર્ષની બે મહિલાઓ અને 43 વર્ષની એક મહિલાનો સમાવેશ થાય છે. નાયહોમે કહ્યું કે તે બધા એક જ પરિવારના હતા.

નાયહોમના જણાવ્યા અનુસાર મૃત્યુ પામનાર 43 વર્ષીય મહિલા ઓસ્ટ્રેલિયામાં વેકેશન મનાવી રહી હતી. પોલીસે પુષ્ટિ કરી છે કે અન્ય ત્રણ પીડિતો મેલબોર્નમાં રહે છે. જેમાં એક પુરૂષ અને બે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 20 વર્ષની આસપાસની યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

Most Popular

To Top