Vadodara

149 અર્ધ-સરકારી કચેરીઓને ફાયર NOC મુદ્દે નોટિસ

વડોદરા : ગુજરાતમાં થોડા સમય પહેલા કોરોના હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિના જીવ ગયા છે. ત્યારબાદ આવી ઘટનાઓ રોકવા માટે હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ અંગે રાજ્ય સરકારને સૂચના આપી હતી.તે આધારે દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો. જેથી વડોદરા ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંસાધનો અંગેનું ઓડિટ કરવામાં આવે છે. એટલું જ નહિ ફાયર સેફ્ટી ન હોય તેવી 149 સંસ્થાઓને નોટીસ પણ આપવામાં આવી છે. પરંતુ શહેરમાં આવેલી અનેક હોસ્પિટલો દ્વારા વારંવાર નોટીસ મળ્યા બાદ પણ કોઇ કામગીરી નહિ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

હાઇકોર્ટના આદેશને પગલે ફાયર વિભાગે કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની એનઓસી વગર ફાયરના સાધનો કાર્યરત ના હોય.જે બિલ્ડિંગ પાસે ફાયર સેફ્ટીના સાધનો નથી તથા ફાયર એનઓસી લીધેલ નથી તેવા હાઇરાઈઝ બિલ્ડિંગો, કોમ્પલેક્ષ સિલ થઈ રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આકરા તેવર જોઈને વડોદરા મહાનગર પાલિકા હરકતમાં આવ્યુ હતું.સયાજીગંજ વિસ્તારમાં આવેલ પ્રોફિટ સેન્ટરને સીલ કર્યું હતું. જ્યારે સોમવારે ગાંધીનગર ગૃહ ખાતે સીતાડેલ કોમ્પ્લેક્સ તથા નવરંગ કોમ્પ્લેક્સને સિલ મારવાની કાર્યવાહી કરી હતી. સાથે જ શહેરમાં ફાયર સેફટી મામલે બેદરકારી દાખવનાર બીજા કોમ્પ્લેક્સને પણ સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે.

જે સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં પબ્લિક પ્રોપર્ટીમાં જ્યાં વધુ લોકો ભેગા થાય છે. ફરિયાદી, અરજદારો, પક્ષકારો, વકીલો, કન્સલ્ટન્ટ, આર્કિટેક, હજારોની સંખ્યામાં ભેગા થાય છે ત્યાં ફાયર સેફટી અનિવાર્ય છે. ફાયર વિભાગ હાઇકોર્ટના આદેશ બાદ કડકાઈનું વલણ અપનાવતા, વચેટિયા, વહીવટદારો દલાલ અને કન્સલ્ટન્ટોનો ગેલમાં આવી ગયા હતા.

ગાંધીનગર ગૃહ સામેના સીતાડેલ કોમ્પ્લેક્સને અને રાવપુરા નવરંગ કોમ્પ્લેક્સ સીલ કરાયું

દાંડિયા બજાર ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે શહેરના ગાંધીનગર ગૃહ સામે સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર 66 જેટલી દુકાનો કાર્યરત હતી તથા નવરંગ કોમ્પ્લેક્સ જે કોમર્શિયલ બિલ્ડીંગના પાછલા એક વર્ષથી નોટિસો આપવામાં આવી હતી. આત્યાર સુધી તેમણે ફાયર પ્રોટેકશન સિસ્ટમ અગ્નિ નિવારણના ઉપાયો લીધા નથી. વારંવાર નોટિસ આપવા છતાં પણ કોઈ ગંભીરતા તેમણે દાખવી ન હતી. હાઇકોર્ટનો હુકમ છે અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સૂચનાના આધારે આ બિલ્ડીંગને અત્યારે વીજ જોડાણ કાપીને સીલ કરવામાં આવી છે.

Most Popular

To Top