SURAT

સુરત-માલદા સહિતની 14 ટ્રેનો 8 સપ્ટેમ્બર સુધી રદ્દ, આ છે કારણ

Advertisement

સુરત: નાગપુર મંડળમાં (Nagpur Mandal) આવતા રાજનંદગાંવ-કલમનાતીસરી રેલવે (Railway) લાઇનની કામગીરીને કારણે સુરત માલદા ટાઉન એક્સપ્રેસ (Surat Malda) Town Express) , અમદાવાદ-હાવડા એક્સપ્રેસ, ગાંધીધામ-પુરી એક્સપ્રેસ, ઓખા-શાલીમાર એક્સપ્રેસ સહિતની 14 ટ્રેનને (Train) તા.21 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર વચ્ચે રદ (Canceled) કરવામાં આવી છે.

  • સુરત માલદા સહિત 14 ટ્રેનો રદ્દ
  • 21 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી 14 ટ્રેનો રદ્દ

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર સેકશન અંતર્ગત કાચેવાની સ્ટેશન ઉપર પોઇન્ટ સિગ્નલનું ઇલેક્ટ્રીક ઇન્ટરલોકિંગની કામગીરી કરવા માટે તેમજ રાજનંદગાંવ-કમલમનાતીસરી લાઇનના નોન-ઇન્ટર લોકિંગના કામગીરીને કારણે વેસ્ટર્ન રેલવે દ્વારા 5 સપ્ટેમ્બરે અમદાવાદ-હાવડા, 4 સપ્ટેમ્બરે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ, 5 સપ્ટેમ્બરે સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ તેમજ 3 સપ્ટેમ્બરની માલદા ટાઉનથી ઉપડતી માલદા-સુરત એક્સપ્રેસ તેમજ ગાંધીધામ-પુરી, પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તેમજ ઓખા-શાલીમાર, શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ સહિતની કુલ 14 ટ્રેનને 31 ઓગષ્ટથી 8 સપ્ટેમ્બર વચ્ચે કેન્સલ કરવામાં આવી છે.

સરોલી બ્રિજ આખરે ટુ-વ્હીલર માટે શરૂ કરી દેવાયો, ભારે વાહનો માટે રાહ જોવી પડશે
સુરત: સુરત ઓલપાડ વિસ્તારને જોડતો સરોલી રેલવે ઓવરબ્રિજ ભારે વરસાદને કારણે બેસી ગયો હતો. જેથી તંત્ર દ્વારા આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. આ બ્રિજને રીપેર કરવા માટે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આ બ્રિજ ટુ-વ્હીલર માટે શરૂ કરાયો છે.

  • મનપા દ્વારા ડાયવર્ઝન માટે વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે
  • સુરતથી ઓલપાડને જોડતો અને તાજેતરમાં ભારે વરસાદને કારણે બેસી ગયેલો

છેલ્લા ઘણા દિવસથી મનપા દ્વારા અહી રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજી સંપુર્ણ રિપેરિંગ કામમાં સમય લાગતો હોય, મનપા દ્વારા અહી વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે આ જુના બ્રિજની કામગીરી ચાલી જ રહી છે. અને છેલ્લા ઘણા દિવસથી વરસાદ બંધ હોય, રિપેરિંગ કામ શક્ય બન્યુ હતું અને ટુ-વ્હીલર માટે બ્રિજ શરૂ કરી દેવાયો છે. જેથી ઘણી રાહત થઈ છે. પરંતુ મોટા વાહનો માટે ક્યારે શરૂ કરાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, આ જૂના બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવા માટેની કામગીરી પણ ચાલી રહી છે. આ બ્રિજ બનતાં પણ છ માસથી વધુનો સમય લાગે તેવી સંભાવના છે.

Most Popular

To Top