આઈ.પી.એલ. ની ફાઈનલ મેચ પહેલાં સોશ્યલ મીડિયામાં સમાચાર આવ્યા કે જો આજની મેચમાં વરસાદ પડશે તો પણ મેચ રમાશે એવું આયોજન અને ૩૦ મિનિટમાં મેદાન સૂકાઈ જાય એવી હાઇ ટેક તૈયારીએ ગુજરાતના સ્ટેડિયમની વિશેષતા દર્શાવી કે અન્ય મુદ્દાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા? એક તરફ ગર્વની બાબત છે કે રમતગમત ક્ષેત્રે આપણે આટલી પ્રગતિ સાધીને માત્ર વ્યાવસાયિક/ નફા હેતુ સિદ્ધ કરી રહ્યા હોય એવું નરી આંખે પ્રતીત થાય છે. વાત ૩૦ મિનિટની હાઇ ટેક્નોલોજી / સુવિધાની થોડી કરીએ તો શું આવી સુવિધાની જરૂર ગુજરાતનાં વિવિધ ક્ષેત્રોમાં જ નહીં પરંતુ સમગ્ર દેશને છે. ૧.૩૦ મિનિટથી ઓછા સમયમાં પહોંચી શકાય એવી બાળકોને શાળા / કોલેજ / તાલીમી કેન્દ્રો મળે. ૨. ૩૦-૩૫ મિનિટના તાસમાં હાઇટેક શિક્ષણ મળે. ૩. ૩૦ મિનિટ કરતાં ઓછા સમયમાં કટોકટીની / તબીબી તાત્કાલિક સુવિધાનો લાભ મળે. ૪. ૩૦ મિનિટમાં સરકારી – જનસેવાના કામકાજોનું નિરાકરણ મળે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા, સ્ટેડિયમ અને ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય ગુજરાત એ ભારતનું આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી અને સમૃદ્ધ રાજ્ય છે. પરંતુ આ ગરિમાને કલંકિત કરતા કેટલાક ૩૦-૩૫ મિનિટમાં નિરાકરણ લાવી શકાય એવા પ્રશ્નોનું કાયમી સમાધાન લાવી શકે છે.
વેસ્મા – શાહીદ જી. કુરેશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.