Sports

“હવે હું સ્ટેડિયમમાં નહીં દેખાઉં”, IPLના સ્ટાર ખેલાડીએ આવું કહેતા સર્જાયો વિવાદ

IPL ના સ્ટાર ખેલાડીએ આજે Social Media પર એક ફેને પૂછેલા સવાલનો એવો ચોંકાવનારો જવાબ આપ્યો કે જે વાંચીને સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. IPL ની એક સિઝનમાં હાઈએસ્ટ સ્કોરર રહી ચૂકેલા અને ટીમની કપ્તાની પણ કરી ચૂકેલા આ ખેલાડીને છેલ્લાં ઘણા સમયથી ટીમમાં રમાડવામાં નહીં આવી રહ્યો નથી, ત્યારે તે છેલ્લી કેટલીક મેચો દરમિયાન ડગઆઉટમાં પણ બેસેલો નહીં દેખાતા ફેન્સે પૂછ્યું કે તમે કેમ દેખાતા નથી. તો ખેલાડીએ કહ્યું હું હવે સ્ટેડીયમમાં નહીં દેખાઉં. ક્રિકેટરના આ જવાબ બાદ તરેહ તરેહની વાતો ઉઠી છે.

અહીં વાત સનરાઇઝર્સ હૈદરાબાદના (Sunrisers Hyderabad) વિસ્ફોટક હિટર ડેવિડ વોર્નરની (David warner) થઈ રહી છે. તેના ખરાબ ફોર્મને કારણે પ્લેઇંગ ઇલેવનમાંથી પડતો મુકાયા પછી તેણે કહ્યું હતું કે તે ફરીથી સ્ટેડિયમમાં જોવા નહીં મળે અને તેના આ કથનને પગલે તેના સનરાઇઝર્સ સાથેના સંબંધ પુરા થયા હોવાના તર્કવિતર્ક વહેતા થયા છે.

  • વોર્નરે સીઝનની શરૂઆત કેપ્ટન તરીકે તો કરી હતી પણ તે પછી તેની પાસેથી કેપ્ટનપદ તો લઇ લેવાયું પણ એક સમય એવો પણ આવ્યો કે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ પડતો મુકવામાં આવ્યો હતો
  • રાજસ્થાન સામેની મેચમાં ડગઆઉટમાં પણ વોર્નર ન દેખાતા ચાહકોના સવાલ પર વોર્નરનો જવાબ, હવે સ્ટેડિયમમાં નહીં જોવા મળું
    ડેવિડ વોર્નરે ચાહકોને આપેલા જવાબથી તેના અને સનરાઇઝર્સ વચ્ચેના સંબંધનો અંત આવ્યાના તર્ક વિતર્કો શરૂ થયા

એક વેબસાઇટના અહેવાલ અનુસાર વોર્નર અને સનરાઇઝર્સ એકબીજાથી છૂટા પડવા મામલે બંને પક્ષે સહમતિ સધાઇ ગઇ છે અને લાંબા સમયથી બંને વચ્ચે ચાલી આવતા સંબંધનો હવે અંત આવી ગયો છે. વોર્નરે સીઝનની શરૂઆત કેપ્ટન તરીકે તો કરી હતી પણ તે પછી તેની પાસેથી કેપ્ટનપદ તો લઇ લેવાયું પણ એક સમય એવો પણ આવ્યો કે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ પડતો મુકવામાં આવ્યો. IPLના બીજા તબક્કામા ફરી તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર મુકવામાં આવ્યો હતો અને તેના કારણે વોર્નરે સ્ટેડિયમમાં આવવાના સ્થાને હોટલમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

વોર્નર રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ડગઆઉટમાં પણ ન દેખાતા એક ચાહકે SRHના ઇન્સ્ટાગ્રામ પેજ પર જ સવાલ કર્યો હતો કે વોર્નર ક્યાં છે. ત્યારે ચાહકના એ સવાલ પર ખુદ વોર્નરે જ જવાબ આપ્યો હતો કે કમનસીબે હવે હું ત્યાં જોવા નહીં મળું પણ મહેરબાની કરીને તમે સમર્થન કરતાં રહેજો.

સૂત્રો એવું જણાવી રહ્યા છે કે આવતી સિઝનમાં મેગા ઓક્શન આવવાનું છે અને એવા સમયે ઓરેન્જ આર્મી વોર્નરને બહાર મુકશે તો તેને ખરીદવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હોડ જામવાની સંભાવના છે. ટીમના કોચ ટ્રેવર બેલિસ ભલે કહેતા હોય કે આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી પણ એવું લાગે છે કે નિર્ણય લેવાઇ ગયો છે અને હવે વોર્નર સનરાઇઝર્સ વતી રમતો જોવા મળે તેવી સંભાવના નથી.

Most Popular

To Top