વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં વેપારીને એક ગઠિયાએ તેલના ડબ્બાનો ભાવતાલ કરવામાં વ્યસ્ત રાખ્યો અને બીજાએ મોપેડની ડેકીમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખ કાઢી લીધા બાદ ફરાર થઈ ગયા હતા. વેપારીએ સુલતાનપુરા ખાતે આવેલી આંગડિયા પેઢીમાંથી ઉપાડીને પોતાની મોપેડમાં રાખ્યા હતા.
વડોદરા વારસિયા વિસ્તારમાં આવેલી સત્યવિલા સોસાયટીમાં રહેતા જયેશભાઈ જેઠાલાલ બાવીસી યાકુતપુરા ખાતે ચરોતર હોલની બાજુમાં સૌરાષ્ટ્ર ટ્રેડીંગ કોર્પોરેશન નામના પોતાના ગોડાઉનમાં તેલના ખાલી ડબ્બાનું લે વેચનો વેપાર-ધંધો કરે છે. 25 નવેમ્બરના રોજ સાંજના સમયે જયેશભાઈ ગોડાઉન યાકુતપુરાથી મોપેડ લઈને સુલતાનપુરા આર.કે આંગડીયા પેઢી ઉપર પૈસા લેવા ગયા હતા અને આ રૂપિયા સિધ્ધપુરના ખાતે રહેતા મિત્ર મિતેષભાઈ મોદીએ આર.કે. આંગડીયા પેઢીમાં મોકલ્યા હતા. તેઓ આર.કે આંગડીયા પેઢીમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખ લીધા હતા અને રૂપિયા ભરેલી પ્લાસ્ટીકની થેલી ડેકીમાં મુકી હતી. એમજી રોડથી નરસિંહજી પોળ થઈ અડાણીયા પુલ ચાર રસ્તાથી અજબડી મીલ તરફ ગોડાઉન ખાતે આવ્યો હતો. ત્યારબાદ મોપેડ ગોડાઉનના કંપાઉન્ડમાં પાર્ક કરીને તેઓ દુકાનમાં જતા રહ્યા હતા. દરમિયાન તેમના ગોડાઉનમાં ગ્રાહકો આવ્યા હતા અને એક ગ્રાહક વેપારીના ભાઈ સાથે ભાવતાલ કરી રહ્યા હતા. દરમિયાન એક શખ્સ તેમની મોપેડની ડેકીમાંથી રોકડ રૂપીયા ત્રણ લાખ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. વેપારીને ગ્રાહક ઉપર શંકા જતા તેઓએ મોપેડ પાસે જઈને ડેકી ચેક કરતાં ખુલ્લી હતી અને તેમા મુકી રાખેલી ત્રણ લાખ રૂપીયા ભરેલી થેલી પણ જોવા મળી ન હતી. થોડીવાર બાદ વેપારી સાથે ભાવતાલ કરનાર શખ્સ પણ બહાર નીકળી ગયો હતો. વેપારીએ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા બે ગઠિયા તેમની દુકાનમાં આવ્યા હતા અને એક વેપારીના ભાઈ ભાવેશ સાથે ભાવતાલ કરવા લાગ્યો હતો તે દરમિયાન તેની સાથે બીજો શખ્સ ડેકીમાથી રોકડા રૂપીયા ત્રણ લાખની ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હોવાની તમામ હરકત કેદ થઈ ગઈ હતી.
વડોદરા : વેપારી સાથે ભાવતાલ કરવાના બહાને મોપેડની ડેકીમાંથી ત્રણ લાખ લઈ ગઠિયા રફુચક્કર
By
Posted on