વિશ્વમાં જીવનવ્યવહાર ચાલતો રહે છે. ઋતુ અને વાતાવરણ અનુસાર રાતો લાંબી થાય અને દિવસો ટૂંકા બને તે આ પૃથ્વીની કુરદતી ઘટના ગણાય છે. અન્ય ગ્રહો પર અત્યંત લાંબા દિવસો પણ હોય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ પણ સર્જાય છે. પૃથ્વી પરના કેટલાક વિસ્તારોમાં રાત અને દિવસનો ફેર હોય છે. અમેરિકાના ઉત્તરે આવેલા અલાસ્કાના શહેરમાં 84 દિવસ સુધી સૂરજ આથમતો નથી. આ અનોખી ભૌગોલિક ઘટનાને મિડનાઇટ સન અથવા પોલર ડે કહેવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોવાને કારણે વર્ષના ચોક્કસ સમયગાળા દરમિયાન આર્કટિક સર્કલના વિસ્તારો સૂર્યની સામે રહે છે જેથી રાત પડતી નથી. ચોર્યાસી દિવસોનું આ ચક્કર છે. કેનેડા, ગ્રીનલેન્ડ, સ્વીડન જેવા દેશોમાં પણ મિડનાઇટ સનનો અનુભવ થાય છે. સૂર્ય આકાશમાં ગોળ ફરતો પણ જણાય છે. તાપમાન ખૂબ ઓછું અને ઠંડુ રહે છે. એક જ દુનિયાની એક જ પૃથ્વીની અજબ કુદરતી ઘટના ગણી શકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.