Charchapatra

તાપી શુદ્ધિકરણ કેટલે આવ્યું?

આપણા શહેરની લોકમાતા તાપી માતાના શુદ્ધિકરણ માટેની ચર્ચા વિચારણા અખબારી આલમ દ્વારા વાંચી હતી. શું થયું એ તંત્ર જાણે! પરંતુ ડક્કા ઓવારા પર એક લંબચોરસ બોગદા દ્વારા તાપીમાં અત્યંત દૂષિત પાણી ઠલવાતું હોય છે, જે વિવેકાનંદ બ્રીજ પરથી સંપૂર્ણપણે નિહાળી શકાય છે. કાળું પાણી સ્વચ્છ તો ન જ હોય! ગટરગંગા છે કે અન્ય કેમીકલ કચરો એ તંત્ર તપાસ કરે તો જ ખ્યાલ આવે. આ પ્રકારની કેટલીય ગંદકી તાપી માતામાં ઠલવાતી હશે, એ તાપી માતાને જ ખબર! પરંતુ તાપી શુદ્ધિકરણની વાતો કરનારને આ દૂષિત પાણી વિષે ખબર નહીં હશે? એક સામાન્ય નાગરિક કેટલા સમયથી આ ડક્કા ઓવારાનું દૂષિત પાણી તાપીમાં વહે છે એ જોઇ અને સમજી શકે છે તો તંત્ર નહીં નિહાળતું હશે? તાપી શુદ્ધિકરણ માટે દૂષિત પાણી તાપીમાં વહેતું બંધ થવું જ જોઇએ. ‘સ્માર્ટ સિટી કે ‘મેટ્રો સિટી’ બનતાં પહેલાં લોકમાતા ન જ વિસરાવી જોઇએ.
સુરત     – નેહા શાહ          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top