National

ઓપરેશન જિંદગી: 41 મજૂરોને બહાર કાઢવા હવે નવો પ્લાન, ટાઇમ લાઇન 30 નવેમ્બર

ઉત્તરાખંડ: ઉત્તરકાશીની (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં (Tunnel) ફસાયેલા 41 કામદારોના બચાવ કાર્યમાં અનેક પ્રકારના અવરોધો આવી રહ્યા છે. આજે બચાવનો 16મો દિવસ છે. ત્યારે ભારતીય સેનાના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સની એક ટીમ અને મદ્રાસ સેપર્સનું એક યુનિટ બચાવ કામગીરીમાં જોડાયું હતું. આ ટીમએ ઓગર મશીનની (Auger machine) બ્લેડ કાપી મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કરી છે. ટનલ એક્સપર્ટએ હવે 30 નવેમ્બની ટાઇમ લાઇન (Time line) આપી છે.

આજે સવારે એટલે કે સોમવારે સવારે ઓગર મશીનનું હીરો બ્લેડ સંપૂર્ણપણે કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. 48 મીટરના અટવાયેલા ઓગર મશીનના બ્લેડ હવે પાઇપમાંથી બહાર કઢાતા મજૂરો જલ્દી બહાર આવે તેવી સંભાવના જણાઇ રહી છે. હવે 11 રેટ માઇનર્સની ટીમ પાઇપની અંદર 10 મીટર મેન્યુઅલી ડ્રિલ કરશે. જેનું કાર્ય આજથી શરૂ થઇ શકે છે.

ઓગર મશીનને પાછું ખેંચી લેવાયા બાદ પાઇપનો માર્બલ સાફ કરવામાં આવી રહ્યો છે. હવે સતત 6 કલાક કામ કરી રસ્તામાં આવતા પથ્થર, સાધનો અને ધાતુના ભાગોને કાપીને રસ્તો બનાવવામાં આવશે. જલ્દી કાટમાળ વધુ કાપી ઓગર મશીન 800 મીમી પાઇપને આગળ વધારવામાં આવશે જે લગભગ 10 મીટર સુધી ખોદાશે. આ કાર્યમાં મુંબઈની ગટરોમાં કામ કરતા કામદારોની પણ મદદ લેવામાં આવી રહી છે.

સમગ્ર મામલે નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે જણાવ્યું હતું કે હવે ઓગર મશીનની બ્લેડ કાપવામાં આવી છે. તેને કાપીને દૂર કર્યા બાદ એસ્કેપ ટનલ બનાવવાનું કામ મેન્યુઅલી કરવામાં આવશે.

હાલ SJVNL વર્ટિકલ ડ્રિલિંગ પર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 19.2 મીટર ડ્રીલ કરવામાં આવ્યું છે. જેમાં પહેલા મશીનથી 45 મીટર ડ્રિલ કરવામાં આવશે અને ત્યારબાદ મશીન બદલવામાં આવશે. કુલ 86 મીટર ડ્રિલિંગ કરવાનું છે. આ ડ્રિલિંગ માટે 100 કલાકનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એટલે કે વર્ટિકલ ડ્રિલિંગ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ઉત્તરકાશીના ડીએમએ કહ્યું કે અમે વર્ટિકલ ડ્રિલિંગ માટે ચાર દિવસની ટાઇમ લાઇન રાકવામાં આવી છે. આ 86 મીટરનું ડ્રિલિંગ 30મી નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ સિવાય ટનલની ઉપર 14 મીટરના અંતરે બે ડ્રિલિંગ કામ ચાલી રહ્યા છે. પ્રથમ વર્ટિકલ ડ્રિલિંગની પહોળાઈ 200 mm છે અને બીજી ઊભી ડ્રિલિંગની પહોળાઈ 1.2 મીટર છે. પાતળા બોરિંગ દ્વારા પર્વતની સપાટીથી ટનલની સપાટી સુધીના ગ્રાઉન્ડ સ્ટ્રક્ચરનો ડેટા મેળવવામાં આવી રહ્યો છે. તેમજ મોટી બોરિંગ દ્વારા ટનલ સુધી જવાનો એસ્કેપ રૂટ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાંથી ફસાયેલા મજૂરોને હાર્નેસનો ઉપયોગ કરીને ઉપર ખેંચવામાં આવશે.

જો વર્ટિકલ ડ્રિલિંગ દરમિયાન શાફ્ટ ગમે ત્યાં અટવાઈ જાય તો મેગ્નમ કટર મશીન પણ સ્થળ પર હાજર છે. આ ઉપરાંત રિફ્ટ ટનલનું કામ પણ ચાલી રહ્યું છે અને ફ્રેમ બનાવવા માટે ફેબ્રિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. THDC બારકોટથી આડું ડ્રિલિંગ ચાલી રહ્યું છે. આ પ્રક્રિયા 10 મીટરથી વધુ કરવાની હોવાથી ચાર બ્લાસ્ટ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top