Business

તર્કના તર્જ ઉપર વકીલાત!

કાળો કોટ પહેરવાથી અને / અથવા કાયદાની પરીક્ષા ઉત્તીર્ણ કરવાથી યા પછી કાયદાકીય ક્ષેત્રે અનુસ્નાતક થયેથી અગર કાયદા વિષયક મોટી ડિગ્રીઓ હાંસલ કર્યેથી સફળ વકીલ થવાતું નથી જે અત્રે ઉલ્લેખનીય છે, વકીલાતમાં સફળ થવા માટે તર્કનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, કાયદેઆઝમ મોહમદ અલી ઝીણા તર્ક સંગત દલીલોમાં ખૂબ માહિર હતા ખેર તર્ક પર આવા પ્રતિભાવના વિવિધ સ્વરૂપ વિવિધ ક્ષેત્રમાં પેદા થાય છે. દર્શનશાસ્ત્રમાં તર્કનો અભ્યાસ ખાસ કરીને તર્કને કઈ બાબતો અસરકારક કે બિન-અસરકારક, યોગ્ય અથવા અયોગ્ય, સારો અથવા ખરાબ બનાવે છે, તેના પર કેન્દ્રિત હોય છે. માનસશાસ્ત્રીઓ અને ચિંતન વૈજ્ઞાનિકો, લોકો કેવી રીતે તર્ક કરે છે તેનો અભ્યાસ કરવાનું વલણ ધરાવે છે.

જેમાં ચિંતન અને જ્ઞાનતંતુ સંબંધિત પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. સ્વયંસંચાલિત તર્કનાં ક્ષેત્રમાં, તર્કને ગાણિતિક (કૉમ્પ્યુટેશનલી) કેવી રીતે આકાર આપી શકાય તેનો અભ્યાસ કરવામાં આવે છે. ગણ્યા ગાંઠ્યા  વકીલો પણ તર્કનો અભ્યાસ કરે છે.ઉદાહરણ રૂપે કૌન બનેગા કરોડપતિ સ્પર્ધામાં એક યુવક છેલ્લા સત્તરમાં  સવાલમાં રૂપિયા 7.50 કરોડ જીતે છે પણ તર્ક શાસ્ત્રી વકીલ તેને બીજી રીતે મૂલવે છે એ કહેશે કે એકથી સોળ સવાલ ખરા પડ્યા એટલે સત્તરમાં ક્રમે આવેલા છેલ્લા જવાબ ઉપર પહોંચ્યા, વિજેતાને આખર ખરા પડેલા સત્તરમાં પ્રશ્નનો પુરસ્કાર સાડા સાત કરોડ રૂપિયાનો આપ્યો છે,અલબત્ત સમગ્ર પ્રતિ સ્પર્ધા દરમ્યાન ખેલેલા અને સાચા પડેલા એકથી સોળ ક્રમનાં પ્રશ્નોની કોઈ રકમ અપાય નથી અને એ સિડી મારફત ટોચ ક્રમે પહોંચ્યા છીએ માટે પ્રતિયોગીતામાં ખરા પડેલા  નિમ્નસ્તરીય પ્રશ્નોની રકમ 1000 રૂપિયાથી શરૂ થતી સોળમાં પ્રશ્ન સુધીની 1 કરોડ સુધીની ક્રમ અનુસાર લેખેની, આમ દરેક પ્રશ્ન દીઠ મળવી જ જોઈએ ! આને કહેવાય તર્કના તર્જ ઉપરની વકીલાત અને બૌદ્ધિક ચાતુર્યતા  !
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રામાણિક પ્રયાસ કરો
કોઈનું રૂપ, સૌંદર્ય, વ્યકિતત્વ, પ્રતિભા, પદ, સંપત્તિ, સત્તા કે સદ્દકાર્યોની સુવાસથી આપણે ગાંડા થઈએ અર્થાત્ એનાથી અંજાઈ જઈએ કે મોહ પામી જઈએ તો એ ગાંડપણ શા કામનું? એણે તો જીવનમાં કંઈક કરી બતાવ્યું! હવે આપણું શું! આપણે કોઈ એવું સાહસ, સત્કર્મ, પુરુષાર્થ કેમ ના કરી શકીએ. અવકાશયાત્રી રાકેશ શર્માની બહાદુરી પર કે વગર પ્રાણવાયુએ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પર્વતખેડુ કે બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં સર્વ પ્રથમ આવનાર વિદ્યાર્થીની સિદ્ધિ પર આપણે એમની સફળતા સિદ્ધિમાંથી પ્રેરણા લઈને એવી ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. કોઈએ આ સંદર્ભે સાચું જ કહ્યું છે. ફૂલ દેખીને તમે ગાંડા થનારા, કરો એવું કે ફૂલ પોતે થાય ગાંડું. આજનાં યુવાધનને સ્પર્શતી આ વાત છે. આજનો યુવાન હોશિયાર છે. સ્માર્ટ છે, પરંતુ સહનશક્તિ અને સમજદારીએ પાછળ પડે છે. આજનાં યુવાનને મફત, તરત ને સરસ જોઈએ છે. પ્રેરણાત્મક કામ પાછળ પ્રતિબધ્ધ થઈ પ્રયાસ કરે તો ઘણું.
બામણિયા- મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top