Vadodara

ઠાસરામાં જૂની પરંપરાગત રમતો માટેનો રમતોત્સવ યોજાયો

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આયોજિત જૂની પરંપરાગત ગ્રામ્ય રમતો ગીલી ડંડા, લીંબુ ચમચી, રસા ખેંચ, સંગીત ખુરશી, સતોડિયુ અને લંગડી જેવી રમતો નો “સ્વામી વિવેકાનંદ રમતોત્સવ” ખેડા જિલ્લાના દરેક તાલુકા અને નગરપાલિકામાં યોજાયો. જેમાં ઠાસરામાં સચ્ચિદાનંદ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના રમતોત્સવમાં શાળાના 9 થી 12 ધોરણના વિધ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગરપાલિકાના ઇન્ચાર્જ, ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

Most Popular

To Top